પોલિટિક્સ બ્રેકિંગ ન્યૂઝ ગાંધીનગર જૂનાગઢ

ગાંધીનગરમાં આંદોલન કરી રહેલા વન રક્ષકોની પડખે આવ્યા ‘આપ’ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી: સરકાર સામે કરી માંગ!

ગાંધીનગર / પોલિટિકલ બ્રેકિંગ:

ગાંધીનગરમાં પોતાની પડતર માંગણીઓને લઈને આંદોલન પર ઉતરેલા વન રક્ષકો અને વનપાલોના સમર્થનમાં આમ આદમી પાર્ટી (AAP) મેદાને આવી છે. ‘આપ’ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી એ એક વીડિયો સંદેશ જારી કરીને સરકાર સામે વન રક્ષકોના પ્રશ્નો વહેલી તકે ઉકેલવાની માંગ કરી છે.

 જોખમી ભથ્થું અને ગ્રેડ પેની માંગ:

ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, હિંસક પ્રાણીઓ વચ્ચે રહીને જંગલોની રક્ષા કરતા વન રક્ષકો અને વનપાલો લાંબા સમયથી પોતાના હકની માંગ કરી રહ્યા છે. જોખમી ભથ્થું, ગ્રેડ પે, સીધી ભરતી, રજા અને બદલીના મામલાઓ સહિતની આ માંગણીઓ એવી નથી કે જેનાથી સરકાર પર મોટું આર્થિક ભારણ વધી જાય, છતાં સરકાર દ્વારા ધ્યાન આપવામાં નથી આવી રહ્યું.

 સરકાર સમક્ષ ઉકેલ લાવવાની અપીલ:

તેમણે મુખ્યમંત્રી અને વનમંત્રીને વિનંતી કરી છે કે ખાખી વસ્ત્રોમાં આંદોલન કરવા મજબૂર બનેલા આ કર્મચારીઓની વ્યાજબી માંગણીઓ સાંભળીને તાત્કાલિક ધોરણે યોગ્ય ઉકેલ લાવવામાં આવે.

You may also like

Gandhinagar Weather
ગાંધીનગર મહાનગરનો લલકાર

Gandhinagar Weather: તાપમાન વધ્યું, ઠંડીમાં થોડી રાહત

ગાંધીનગરઃ સતત પાંચ દિવસ સુધી શહેરમાં ઠંડક રહ્યા બાદ ગાંધીનગર શહેરના તાપમાનમાં વધારો થયો છે. 13.8 ડિગ્રીથી 14.5 ડિગ્રી વચ્ચે
ગાંધીનગર મહાનગરનો લલકાર

રાજ્ય સરકાર દ્વારા સ્વ-સહાય જૂથોને કુલ રૂ.1432 કરોડ કરતાં વધુ ફંડ મળ્યું

ગાંધીનગરઃ દેશને વધુમાં વધુ આત્મનિર્ભર બનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત સહિત ભારતભરમાં ’હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ અભિયાન
Translate »