ગુજરાતના દરિયાકાંઠાના પ્રવાસન (બીચ ટુરિઝમ)ને વૈશ્વિક કક્ષાએ નવી ઓળખ અપાવવાની દિશામાં રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના યાત્રાધામ દ્વારકા નજીક આવેલા આંતરરાષ્ટ્રીય ‘બ્લૂ ફ્લેગ’ (Blue Flag) પ્રમાણિત શિવરાજપુર બીચ ખાતે ₹102 કરોડથી વધુ (₹102.68 કરોડ)ના ખર્ચે નિર્માણ પામેલા વિવિધ અત્યાધુનિક પ્રવાસન વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું છે. દ્વારકાના જગતમંદિર ખાતે ભગવાન દ્વારકાધીશજીના દર્શન અને પૂજા-અર્ચના કર્યા બાદ મુખ્યમંત્રીએ શિવરાજપુર બીચની મુલાકાત લઈને આ નવનિર્મિત સુવિધાઓ જનતા અને પ્રવાસીઓ માટે ખુલ્લી મૂકી હતી.
આ પણ વાંચો: AMCનું મેગા ડિમોલિશન
આ વિકાસકાર્યો પૂર્ણ થવાથી ગુજરાતના પ્રખ્યાત બ્લૂ ફ્લેગ શિવરાજપુર બીચને એકદમ નવો અને આકર્ષક લુક મળ્યો છે. પ્રવાસીઓની સુવિધા, સુરક્ષા અને પર્યાવરણની જાળવણીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલા આ પ્રોજેક્ટ્સ હેઠળ બીચ પર વિશ્વકક્ષાની માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. આ લોકાર્પણથી દ્વારકા અને શિવરાજપુર બીચની મુલાકાતે આવતા દેશ-વિદેશના લાખો સહેલાણીઓને વધુ બહેતર અનુભવ મળશે તેમજ સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકોનું સર્જન થશે.

1 thought on “ગુજરાતના બ્લૂ ફ્લેગ શિવરાજપુર બીચને મળ્યો અત્યાધુનિક નવો લુક”