બદલાતી ઋતુ અને વાયરલ ઇન્ફેક્શનને કારણે તાવ આવવો એ સામાન્ય બાબત છે, પરંતુ તાવ દરમિયાન દવાઓની સાથે-સાથે ખાણીપીણીનું ખાસ ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે. આરોગ્ય નિષ્ણાતોના મતે, તાવમાં શરીરની પાચનશક્તિ નબળી પડી જતી હોવાથી હળવો અને પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ, જ્યારે કેટલીક ચોક્કસ ખાદ્ય ચીજોથી દૂર રહેવું હિતાવહ છે. ખાસ કરીને તાવ દરમિયાન ચીઝ, આલ્કોહોલ અને મીઠાઈઓનું સેવન સંપૂર્ણપણે ટાળવાની સલાહ આપવામાં આવે છે.
તબીબી નિષ્ણાતો જણાવે છે કે ચીઝમાં ‘હિસ્ટામાઇન’ નામનું તત્વ રહેલું હોય છે, જે કેટલાક લોકોના શરીરમાં સોજો અને એલર્જીનાં લક્ષણો વધારી શકે છે, જેનાથી તાવની અસર વધુ ગંભીર બની શકે છે. તેવી જ રીતે, આલ્કોહોલનું સેવન શરીરમાં પાણીની ઉણપ એટલે કે ડિહાઇડ્રેશન ઊભી કરી શકે છે અને રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે. આ ઉપરાંત, વધુ પડતી ખાંડ ધરાવતી મીઠાઈઓ અને પ્રોસેસ્ડ ફૂડ પણ શરીરમાં ઇન્ફ્લેમેશન વધારતા હોવાથી તેને ટાળવું જોઈએ. જોકે, નિષ્ણાતોએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે તાવ દરમિયાન તમામ ડેરી ઉત્પાદનો બંધ કરવાની જરૂર નથી, પરંતુ ભારે અને વધુ ફેટવાળા ખોરાકથી બચવું જરૂરી છે.
