14 નવેમ્બરે PM મોદી આવશે અંબાજી: બનાસકાંઠા પ્રવાસ દરમિયાન માં અંબાના કરશે દર્શન અને પૂજન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 14 નવેમ્બર, શનિવારના રોજ પોતાના ગૃહરાજ્ય ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. લાભ પાંચમના પવિત્ર પર્વે વડાપ્રધાન જગવિખ્યાત શક્તિપીઠ અંબાજી ખાતે જઈને મા અંબાના દર્શન અને પૂજા-અર્ચના કરશે.
પ્રવાસ અને રૂટની સંભવિત વિગતો:
મળતી માહિતી મુજબ, વડાપ્રધાન મોદીના આ પ્રવાસને લઈને વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
-
એરપોર્ટ પર આગમન: વડાપ્રધાનનું વાવ-થરાદ વિસ્તારમાં આવેલા નાણી એરપોર્ટ પર ઉતરાણ થવાની શક્યતા છે.
-
અંબાજી આગમન: ત્યારબાદ તેઓ હેલિકોપ્ટર મારફતે અંબાજી નજીકના ચીખલા હેલિપેડ ખાતે પહોંચશે.
-
મંદિર દર્શન: ચીખલાથી તેઓ બપોરે આશરે 12 વાગ્યે અંબાજી મંદિર પરિસરમાં પહોંચી માં અંબાના દર્શન કરી આશીર્વાદ મેળવશે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા 14 નવેમ્બરે અંબાજી મંદિરમાં દર્શન-પૂજનના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જ્યારે તેમના મિનિટ-ટુ-મિનિટ વિગતવાર શિડ્યુલને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. PM મોદીના આગમનને પગલે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવાની કામગીરી તેજ કરી દેવાઈ છે.
