મકર રાશિ: સૈન્ય અને વહીવટી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. વિરોધીઓ સક્રિય થશે, તેથી સાવચેતીપૂર્વક સમય પસાર કરો. પેટ સંબંધિત તકલીફ થઈ શકે છે. આર્થિક લાભ થશે. રહેઠાણમાં ફેરફાર થવાની શક્યતા છે.
કુંભ રાશિ: આજે તમારા સંપર્કોનો લાભ મળશે. મિત્રો સાથે સમય પસાર થશે. નવાં વસ્ત્રો અને આભૂષણોની પ્રાપ્તિ થઈ શકે છે. પારિવારિક વાતાવરણ આનંદમય રહેશે. પેટ સંબંધિત બીમારીથી પરેશાની થઈ શકે છે.
મીન રાશિ: મુસાફરીના યોગ બની રહ્યા છે. નોકરીમાં બઢતી મળી શકે છે. પરીક્ષાર્થીઓને સફળતા મળશે. પોતાના વ્યવહારથી તમે હાથ નીચે કામ કરતા લોકોનાં દિલ જીતી લેશો. ઘરેલુ વિવાદને કારણે તણાવમાં રહેશો. કાયદાકીય બાબતોમાં સમય અનુકૂળ રહેશે.
