ગાંધીનગર:
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે તહેવારોની મોસમ વચ્ચે મોટી ભેટ સામે આવી છે. ગુજરાત સરકારના આશરે 6.5 લાખ જેટલા કર્મચારીઓ માટે આગામી 9 નવેમ્બરના રોજ રજા જાહેર કરવામાં આવી છે, જેના કારણે કર્મચારીઓનું મિની વેકેશન વધુ લંબાશે અને તેમને મોટો ફાયદો મળશે.
પડતર દિવસની રજાથી લંબાયું વેકેશન:
સરકાર દ્વારા પડતર દિવસની રજા મંજૂર કરવામાં આવતાં કર્મચારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તહેવારો અને સાપ્તાહિક રજાઓ વચ્ચે આ વધારાની રજા મળવાથી કર્મચારીઓ પરિવાર સાથે વધુ સમય વિતાવી શકશે અને લાંબા વેકેશનનું આયોજન કરી શકશે.
12 ડિસેમ્બરના બીજા શનિવારે કામગીરી રહેશે ચાલુ:
મળતી વિગતો અનુસાર, 9 નવેમ્બરની આ વૈકલ્પિક રજાના બદલામાં કર્મચારીઓએ આગામી 12 ડિસેમ્બરના રોજ આવતા બીજા શનિવારે કચેરીઓમાં હાજર રહીને કામગીરી કરવી પડે તેવી શક્યતા છે. બીજા શનિવારની સામાન્ય રજાના દિવસે કામ ચાલુ રાખીને સરકારે હાલના તહેવારોના માહોલમાં કર્મચારીઓને આ રાહત આપી છે.
