નવસારી / વાંસદા બ્રેકિંગ:
નવસારી જિલ્લાના વાંસદા ખાતે યોજાયેલા એક જાહેર કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્ય અનંત પટેલનું નામ લીધા વિના તેમના પર આકરા પ્રહારો કર્યા હતા. મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે વિકાસના કાર્યોમાં રાજકારણ લાવીને રોડા નાખવાનું હવે બંધ કરવું જોઈએ.
વિકાસના કાર્યોમાં રાજકારણ અસ્વીકાર્ય:
હર્ષ સંઘવીએ આક્રમક અંદાજમાં કહ્યું હતું કે, “રાજનીતિ પોતાની જગ્યાએ છે, પરંતુ વિકાસના કાર્યોમાં ક્યારેય રાજકારણ ન થવું જોઈએ.” તેમણે ઉમેર્યું કે જો આવા પ્રોજેક્ટ્સમાં વિઘ્ન નાખનારા ન હોત તો વાંસદાનો વિકાસ આજ કરતાં ઘણો આગળ પહોંચી ગયો હોત.
આદિવાસીઓના હિતની વાત:
ગૃહ રાજ્યમંત્રીએ વાંસદાના આદિવાસી ભાઈ-બહેનોના હિતોને સર્વોપરી ગણાવતા કહ્યું હતું કે કોઈના રાજકીય અહમ કે વિરોધના કારણે સ્થાનિક જનતાનું નુકસાન ન થવું જોઈએ. તેમણે કટાક્ષ કરતા ધારાસભ્ય અનંત પટેલને સંબોધીને કહ્યું કે ‘વાંસદાની આ પવિત્ર ધરતી સૌને સદબુદ્ધિ આપે.’
