નેશનલ / ક્રાઈમ એક્સક્લુઝિવ:
દેશના સૌથી મોટા અને ચર્ચિત ₹૯૪,૦૦૦ કરોડના ‘મહાદેવ ઓનલાઈન સટ્ટા બેટીંગ’ કૌભાંડના મુખ્ય પ્રમોટર અને માસ્ટરમાઇન્ડ સૌરભ ચંદ્રાકારને સેન્ટ્રલ એજન્સીઓ અને CBI ના ગઠન દ્વારા ઓમાનથી ધરપકડ કરીને ભારતમાં લાવવામાં આવ્યો છે. રાયપુરની કોર્ટમાં તેના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા બાદ હવે CBI અને ED દ્વારા ઊંડાણપૂર્વક પૂછપરછ શરૂ કરવામાં આવી છે, જેના કારણે ગુજરાત, મુંબઈ, ભોપાલ અને બેંગલોરના મોટા ગજાના બુકીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
૧ લાખ ડમી બેંક ખાતા અને હવાલા નેટવર્ક:
વર્ષ ૨૦૧૬-૧૭ થી ચાલતા આ રેકેટમાં સટ્ટાબાજોએ સ્કાય એક્સચેન્જ અને લોટસ ૩૬૫ જેવી સાઈટ્સ બનાવીને ૧૩ થી વધુ રાજ્યોમાં ફ્રેન્ચાઈઝી આપી હતી. અંદાજે ૧ લાખ જેટલા ડમી બેંક ખાતાઓ ખોલાવીને કરોડો રૂપિયાની હેરાફેરી કરવામાં આવી હતી. ગુજરાતના બુકીઓએ આંગડિયા મારફત હવાલાથી કરોડો રૂપિયા મુંબઈ થઈ દુબઈ પહોંચાડ્યા હતા, જેના બદલામાં ગોલ્ડ, લક્ઝરીયસ ગાડીઓ અને દુબઈમાં મિલકતો ખરીદવામાં આવી હતી.
યુવાધનને બરબાદ કરવાનો ખેલ:
ક્રિકેટ સટ્ટા ઉપરાંત પોકર, તીન પત્તી, લકી ૭ અને ડ્રેગન ટાઈગર જેવી રમતોના સોશિયલ મીડિયા ગ્રુપ્સ બનાવીને યુવાધનને જાળમાં ફસાવવામાં આવતું હતું. CBI અને EDની તપાસમાં હવે ગુજરાતના નામી બુકીઓના નામોનો ચોંકાવનારો ખુલાસો થવાની પૂરતી શક્યતા છે.
