બ્રેકિંગ ન્યૂઝ ભારતનો લલકાર

નવેમ્બર-ડિસેમ્બરમાં વાવાઝોડા અને ચક્રવાતનું જોખમ: બંગાળના ઉપસાગરમાં એક પછી એક મજબૂત સિસ્ટમ સક્રિય થશે

ગુજરાત / વેધર બ્રેકિંગ:

ગુજરાતના હવામાનને લઈને એક અત્યંત મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના હવામાનમાં મોટા પલટાની અને આગામી દિવસોમાં માવઠાથી લઈને ચક્રવાત સુધીની મોટી આગાહી કરી છે, જેના કારણે ખેડૂતો અને તંત્રમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

 ૩ નવેમ્બર સુધી ક્યાં વરસી શકે છે વરસાદ?

અંબાલાલ પટેલની આગાહી મુજબ, આગામી ૩ નવેમ્બર સુધીમાં દક્ષિણ સૌરાષ્ટ્ર, જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, અમરેલી, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરના કેટલાક ભાગોમાં ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ (માવઠું) વરસવાની પ્રબળ શક્યતા છે. આ ઉપરાંત રાજકોટ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વાતાવરણ પલટાશે.

 નવેમ્બર અને ડિસેમ્બરમાં વાવાઝોડા અને ચક્રવાતની આગાહી:

હવામાન નિષ્ણાતના જણાવ્યા અનુસાર, બંગાળના ઉપસાગરમાં ૩ નવેમ્બર આસપાસ નવી સિસ્ટમ બનશે. ત્યારબાદ ૬ થી ૯ નવેમ્બર દરમિયાન મજબૂત સિસ્ટમ, ૧૨ થી ૧૪ નવેમ્બરે વાદળછાયું વાતાવરણ, ૧૬ નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ અને ૧૮ થી ૨૨ નવેમ્બર દરમિયાન વાવાઝોડું બનવાની શક્યતા છે. એટલું જ નહીં, ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં પણ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાઈ શકે છે. બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રની આ હલચલને કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં વારંવાર હવામાન બદલાવની સંભાવના છે.

You may also like

યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
NRI ગ્લોબલ ન્યૂઝ રમતગમતનો લલકાર ભારતનો લલકાર મહાનગરનો લલકાર

પેન્ટ ઊતરાવી પથ્થરથી માથું છૂંદી નાખતો:

રાજકોટમાં ગે સ્ટોન કિલરના ડરે પુરુષો બહાર નીકળતા ડરતા, જાતીય શોષણનો બદલો લેવા મર્ડર કર્યાં
Translate »