વાપી / ક્રાઈમ બ્રેકિંગ:
વલસાડ જિલ્લાના વાપી પંથકમાંથી ડ્રગ્સ વિરોધી અભિયાનમાં પોલીસને મોટી સફળતા મળી છે.વલસાડ પોલીસની ANW, SOG અને ડુંગરા પોલીસની ટીમોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ડ્રગ્સનો એક વિશાળ અને ચોંકાવનારો જથ્થો ઝડપી પાડ્યો છે.
કરોડોનું ડ્રગ્સ અને ગોડાઉન પર દરોડા:
પોલીસના સત્તાવાર જણાવ્યા મુજબ, પકડાયેલા કુલ ૨,૭૭૮ કિલોગ્રામ શંકાસ્પદ ડ્રગ્સના જથ્થાની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત ₹૧૩.૮૯ કરોડ જેટલી થાય છે. પોલીસ ટીમે દાદરા વિસ્તારમાં આવેલા એક શંકાસ્પદ ગોડાઉન પર રેડ પાડીને આ જથ્થો કબ્જે કર્યો છે.
ત્રણ આરોપીઓની ધરપકડ:
આ મામલે પોલીસે બે અલગ-અલગ ગુના નોંધવા સાથે કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં આ ડ્રગ્સ નેટવર્કના તાર ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ સુધી જોડાયેલા હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે, જેને લઈને એજન્સીઓએ તપાસનો વ્યાપ વધાર્યો છે.
