પાટણ / ક્રાઈમ બ્રેકિંગ:
પાટણ જિલ્લાના હારીજ પોલીસ સ્ટેશનમાં અમદાવાદની એક મહિલા સામે લાખો રૂપિયાની છેતરપિંડી આચર્યા અંગેની ગંભીર ફરિયાદ નોંધાઈ છે, જેના કારણે વેપારી આલમમાં ચકચાર મચી ગઈ છે.
૬૪ લાખ રૂપિયા પડાવ્યાનો આક્ષેપ: અમદાવાદના પોશ ગણાતા સિન્ધુભવન રોડ પર આવેલ ‘નાઈન પ્રોજેક્ટ’ (સ્ટાઇલિંગ સ્ટુડિયો)ના માલિક મીતા ચાંદક વિરુદ્ધ હારીજના એક વેપારીએ ફરિયાદ નોંધાવી છે. વેપારી દ્વારા અમદાવાદના ભાડજ ખાતે આવેલા પોતાના મકાનના ઇન્ટેરિયર કામ માટે કુલ ૬૪ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.
વેબસાઈટના માધ્યમે શિકાર બનાવ્યા: આક્ષેપ કરવામાં આવ્યા છે કે આરોપી મીતા ચાંદક પોતાની વેબસાઈટ બનાવીને લોકોને ઉત્તમ કામ કરી આપવાના બહાને ભોળવીને લાખો રૂપિયા પડાવી લેતી હતી.
અન્ય પીડિતો પણ મેદાને: ફરિયાદીના જણાવ્યા અનુસાર, આ જ પ્રકારે છેતરપિંડીનો ભોગ બનેલા અન્ય ૧૬ જેટલા લોકો દ્વારા પણ મીતા ચાંદકને લીગલ નોટિસ આપવામાં આવી છે. અગાઉ પણ અમદાવાદના બોડકદેવ પોલીસ સ્ટેશનમાં નાણાં દબાવી દેવા બાબતે લેખિત અરજી કરાઈ હોવાનું સામે આવ્યું છે.
