મુંબઈ-દિલ્હી / ક્રાઈમ બ્રેકિંગ:
અભિનેતા ટાઇગર શ્રોફની કાર પર થયેલા ગોળીબારના કેસમાં પોલીસ તપાસ દરમિયાન અત્યંત સનસનાટીભર્યો અને ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપીઓનું મૂળ નિશાન ટાઇગર શ્રોફ નહીં પરંતુ બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન હતા!
સુપરસ્ટાર્સની કરાઈ હતી રેકી: પૂછપરછમાં સામે આવ્યું છે કે હુમલાખોરોએ અમિતાભ બચ્ચન ઉપરાંત સલમાન ખાન, આમિર ખાન અને અક્ષય કુમાર જેવા દિગ્ગજ કલાકારોના ઘર અને સિક્યોરિટીની પણ સંપૂર્ણ રેકી કરી હતી. પરંતુ આ તમામ સ્ટાર્સની આસપાસ અત્યંત કડક સુરક્ષા વ્યવસ્થા હોવાના કારણે આરોપીઓએ છેલ્લી ઘડીએ પોતાનો પ્લાન બદલવો પડ્યો હતો.
હુમલાની આગલી રાતે સાગરીત ફરાર: હુમલાના ષડયંત્રમાં આ આરોપીઓ સાથે એક ચોથો યુવક પણ સામેલ હતો, પરંતુ હુમલાની બરાબર એક રાત પહેલાં જ સિગારેટ પીવાના બહાને તે હોટલમાંથી ભાગી છૂટ્યો હતો.
હથિયાર સપ્લાયર મહિલાઓ ઝડપાઈ: દિલ્હી પોલીસે આ કેસમાં કડક કાર્યવાહી કરીને હુમલાખોરોને ગેરકાયદેસર શસ્ત્રો પૂરા પાડનાર ૨ મહિલાઓ સહિત વધુ ૪ લોકોની ધરપકડ કરી લીધી છે.
