આંતરરાષ્ટ્રીય / યુએસ ઈલેક્શન બ્રેકિંગ:
અમેરિકામાં ૩ નવેમ્બરે યોજાનારી નિર્ણાયક મિડ-ટર્મ ચૂંટણીઓ પહેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે અત્યંત ચિંતાજનક અહેવાલ સામે આવ્યા છે. તાજેતરમાં જ જાહેર થયેલા ‘રોયટર્સ ઇપ્સોસ’ પોલ (Reuters/Ipsos Poll)માં ટ્રમ્પની એપ્રુવલ રેટિંગ ઘટીને અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે એટલે કે ૩૧% પર આવી ગઈ છે.
મોંઘવારી અને ઈંધણના ભાવ જવાબદાર: અમેરિકામાં પેટ્રોલના સતત વધતા ભાવ અને દેશની આર્થિક સ્થિતિને લઈને સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે,જેની સીધી અસર ટ્રમ્પની લોકપ્રિયતા પર પડી છે.
સર્વેના ચોંકાવનારા આંકડા: ઓપિનિયન પોલમાં સર્વેક્ષણ કરાયેલા મતદાતાઓમાંથી ૪૭% લોકોએ વિપક્ષી ‘ડેમોક્રેટ્સ’ પાર્ટીને સમર્થન આપ્યું છે, જ્યારે માત્ર ૩૫% લોકોએ જ ટ્રમ્પની ‘રિપબ્લિકન’ પાર્ટી તરફેણ કરી છે.
ચૂંટણી પર સંકટના એંધાણ: મિડ-ટર્મ ચૂંટણીઓ આડે હવે બહુ ઓછો સમય બાકી છે ત્યારે એપ્રુવલ રેટિંગમાં થયેલા આ ઐતિહાસિક ઘટાડાથી રિપબ્લિકન કેમ્પમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
