ગ્લોબલ ન્યૂઝ ભારતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

વ્યક્તિગત માહિતી, લોન ફોર્મ અને સરનામાં થયા લીક?: હેકર્સના દાવા છતાં SBI તરફથી હજુ સત્તાવાર મૌન

ટેક્નોલોજી / સાયબર ક્રાઈમ બ્રેકિંગ:

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ને લઈને એક અત્યંત ચોંકાવનારા અને ચિંતાજનક અહેવાલ સામે આવ્યા છે. અહેવાલો મુજબ SBI ના અંદાજે ૩.૭૫ લાખ ગ્રાહકોનો ખાનગી ડેટા લીક થઈ ગયો હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

 હેકર ગ્રુપ ‘Siriusim’નો દાવો: ‘Siriusim’ નામના એક હેકર જૂથે ખુલાસો કર્યો છે કે તેમની પાસે ૩ લાખ ૭૫ હજાર બેંક એકાઉન્ટ્સની અત્યંત સંવેદનશીલ વિગતો અને ૨,૭૨૨ પીડીએફ (PDF) ફાઇલો મોજૂદ છે.

 કેવા પ્રકારનો ડેટા જોખમમાં?: હેકર્સના દાવા મુજબ લીક થયેલા આ ડેટામાં ગ્રાહકોની વ્યક્તિગત માહિતી, લોન માટેની અરજીઓ, સબમિટ કરેલા ફોર્મ્સ, રહેઠાણના સરનામાં અને અન્ય ગોપનીય દસ્તાવેજો સામેલ છે.

 બેંક તરફથી કોઈ પ્રતિક્રિયા નહીં: ગ્રાહકોની સુરક્ષા અને પ્રાઈવસી સામે ઊભા થયેલા આ મોટા સવાલ વચ્ચે હાલ સુધી SBI બેંક મેનેજમેન્ટ તરફથી કોઈ સત્તાવાર નિવેદન કે સ્પષ્ટતા કરવામાં આવી નથી.

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »