મહેસાણા / ધાર્મિક બ્રેકિંગ:
મહેસાણા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ શક્તિપીઠ બહુચરાજી મંદિર ખાતે વિજયાદશમી (દશેરા)ના પવિત્ર પર્વ નિમિત્તે માઁ બહુચરની નિજ મંદિરની મુખ્ય ધજા વિધિવત રીતે બદલવામાં આવી છે.
ઐતિહાસિક પરંપરા જીવંત: ગાયકવાડ સરકારના સમયથી ચાલી આવતી વર્ષો જૂની પરંપરા આજે પણ સંપૂર્ણ શ્રદ્ધા સાથે જાળવી રાખવામાં આવી છે. વર્ષમાં માત્ર દશેરાના એક જ દિવસે માઁ બહુચર મંદિરની મુખ્ય ધજા બદલવાનું વિશેષ મહત્વ રહેલું છે.
પરિવારો દ્વારા ધજા અર્પણ: દરજી, ખત્રી, જોષી અને દવે પરિવાર દ્વારા ભક્તિભાવપૂર્વક માઁ બહુચરને નૂતન ધજા અર્પણ કરવામાં આવી હતી.
વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન: શાસ્ત્રોક્ત વિધિ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે વિશેષ પૂજા-અર્ચના કર્યા બાદ મંદિરના શિખર પર નવી ધજા લહેરાવવામાં આવી હતી. આ પ્રસંગે ધર્મમય માહોલ વચ્ચે મોટી સંખ્યામાં માઈભક્તોએ દર્શનનો લહાવો લીધો હતો.
