દિલ્હી / દશેરા વિશેષ બ્રેકિંગ:
આજે વિજયાદશમી એટલે કે દશેરાના પવિત્ર પર્વ નિમિત્તે દિલ્હીના IP એસ્ટેન્શન સ્થિત રામલીલા મેદાનમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપીને પ્રતીકાત્મક રાવણ દહન કરશે.
અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા: PM નરેન્દ્ર મોદીના આગમનને પગલે સમગ્ર આયોજન સ્થળ અને આસપાસના વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દેવામાં આવી છે.
૨,૦૦૦થી વધુ જવાનો તૈનાત: કાર્યક્રમ સ્થળે ૨,૦૦૦થી વધુ દિલ્હી પોલીસ અને અર્ધલશ્કરી દળોના જવાનો સુરક્ષામાં તૈનાત રહેશે.
હાઇ-ટેક સર્વેલન્સ: આકાશથી લઈને જમીન સુધી નજર રાખવા માટે ૧૫૦થી વધુ ડ્રોન કેમેરા, કમાન્ડો, સ્નાઇપર અને ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી રહી છે. તેમજ એન્ટ્રી ગેટ પર કડક પાસ ચેકિંગ બાદ જ દરેકને પ્રવેશ આપવામાં આવશે.
