વડોદરા / ક્રાઇમ એન્ડ હેલ્થ બ્રેકિંગ:
વડોદરા નજીક આવેલા પોર GIDC વિસ્તારમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોર GIDCમાં સ્થિત ‘ચાલીસા ફૂડ્સ’ પર દરોડો પાડીને તંત્રે ₹૪૨ લાખની કિંમતનો ૮,૧૩૬ કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કર્યો છે.
ટેન્કર અને પેકિંગમાંથી મળ્યો જથ્થો: ફૂડ વિભાગની ટીમે સ્થળ પરથી ટેન્કરમાંથી પ,૨૦૦ કિલો અને વિવિધ બ્રાન્ડના રેડી-ટુ-સેલ પેકિંગમાંથી ૨,૯૩૬ કિલો શંકાસ્પદ ઘી જપ્ત કર્યું છે.
૪ સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા: વિભાગ દ્વારા સ્થળ પરથી ઘીના ચાર જુદા જુદા નમૂના લઈને પૃથ્થકરણ માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.
રિપોર્ટ બાદ કડક એક્શન: લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ ભેળસેળ કરનારાઓ સામે કાયદાકીય અને દંડાત્મક આગળની કડક કાર્યવાહી કરવામાં આવશે.
