અમદાવાદ / હેલ્થ એન્ડ મેડિકલ બ્રેકિંગ:
અમદાવાદની એશિયા મહાકાઈ સિવિલ હોસ્પિટલમાં તબીબી ટીમની ત્વરિત કામગીરી અને પરિવારોની ઉત્કૃષ્ટ માનવતાના પરિણામે અંગદાન ક્ષેત્રે એક નવો ઈતિહાસ રચાયો છે. માત્ર ૯ કલાકના ટૂંકા ગાળામાં ૨ બ્રેઈનડેડ દર્દીઓના પરિવારો દ્વારા ૮ મહત્ત્વપૂર્ણ અંગો અને પેશીઓનું દાન કરવામાં આવ્યું છે.
૯ કલાકમાં ૨૫૭મું અને ૨૫૮મું અંગદાન: ૫૩ વર્ષીય પુરુષ દર્દીના પરિવારે ગુપ્તદાન આપી ૨ કિડની, ૧ લીવર, ૧ હૃદય અને સ્કિનનું દાન કર્યું. જ્યારે માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ૪૫ વર્ષીય શ્રીરામ કોરી બ્રેઈનડેડ જાહેર થતાં તેમના પત્ની કલાવતીબેને ૧ લીવર અને ૨ કિડનીનું દાન કરી અપ્રતિમ માનવતા દાખવી.
૧૧૧૬ અંગો-પેશીઓથી ૧૦૦૦+ નવજીવન: સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોષી એ જણાવ્યું કે અત્યાર સુધી ૨૫૮ અંગદાતાઓ પાસેથી ૮૫૬ અંગો અને ૨૬૦ પેશીઓ મળી કુલ ૧૧૧૬ દાન પ્રાપ્ત થયા છે, જેનાથી ૧૦૦૦થી વધુ લોકોને નવું જીવન મળ્યું છે.
અંગોનો યોગ્ય ઉપયોગ: પ્રાપ્ત કિડની અને લીવર IKDRC માં, હૃદય U.N. મહેતા હોસ્પિટલમાં તથા ચામડી રોટરી સ્કિન બેંકમાં મોકલીને જરૂરિયાતમંદ દર્દીઓની સારવારમાં ઉપયોગમાં લેવાશે.
