રાજકોટ / રમતગમત:
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર માટે રમતગમત ક્ષેત્રે ગૌરવ વધારતા મોટા સમાચાર સામે આવ્યા છે. ઉત્તર પ્રદેશના ઝાંસી ખાતે યોજાનારી ૧૬મી સિનિયર નેશનલ હોકી ટુર્નામેન્ટ માટે રાજકોટના બે હોકી ખેલાડીઓ ધર્મેશ મીર અને જયેશ સોલંકીની પસંદગી કરવામાં આવી છે.
અનુભવી અને યુવા કલાકારનો સમન્વય: ધર્મેશ મીર છેલ્લા ૧૫ વર્ષથી હોકી રમી રહ્યા છે અને તેઓ આ ૯મી વખત રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. જ્યારે બીજી તરફ જયેશ સોલંકી પ્રથમ વખત નેશનલ ટુર્નામેન્ટમાં રમવા માટે મેદાનમાં ઉતરશે.
ઉત્સાહનો માહોલ: બંને ખેલાડીઓ નેશનલ સ્ટેજ પર ગુજરાતની ટીમ તરફથી શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે ભારે ઉત્સાહિત છે. તેમની આ પસંદગીથી રાજકોટના ખેલજગતમાં અને રમતપ્રેમીઓમાં ખુશીની લહેર ફરી વળી છે.
આ પણ વાંચો: રાહુલે ગર્ભવતી મહિલાને ધક્કો માર્યો હોવાનો ભાજપે કર્યો આક્ષેપ
