ચેન્નઈ: દક્ષિણ ભારતના સુપરસ્ટાર થલાપતિ વિજયે ફિલ્મી પડદે ધૂમ મચાવ્યા બાદ હવે રાજકારણના મેદાનમાં પણ હીરોની જેમ એન્ટ્રી કરી છે. તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં વિજયની પાર્ટી TVK એ ૧૧૦થી વધુ બેઠકો પર જીત મેળવીને સૌને ચોંકાવી દીધા છે. જોકે, આ ઐતિહાસિક જીતની સાથે વિજયના અંગત જીવન અને એક્ટ્રેસ તૃષા કૃષ્ણન સાથેના તેમના સંબંધોની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
જીતના દિવસે જ ‘ક્વીન ઓફ સાઉથ’નો જન્મદિવસ
ચૂંટણીના પરિણામોના દિવસે જ સાઉથની જાણીતી એક્ટ્રેસ તૃષા કૃષ્ણનનો જન્મદિવસ છે. તૃષાએ સવારે તિરુમાલા મંદિરમાં દર્શન કર્યા હતા અને ત્યારબાદ તે સીધી વિજયના ઘરે પહોંચી હતી. સોશિયલ મીડિયા પર આ મુલાકાતને વિજયના ‘લેડી લક’ તરીકે જોવામાં આવી રહી છે. અહેવાલો મુજબ, ચૂંટણીના શાનદાર પરિણામો બાદ આ જોડી ટૂંક સમયમાં જ પોતાના લગ્નની સત્તાવાર જાહેરાત કરી શકે છે.
લગ્ન જીવનમાં ભંગાણ અને તૃષા સાથેનું જોડાણ
વિજય અને તેમની પત્ની સંગીતા સોર્નાલિંગમના લગ્નજીવનમાં ૨૭ વર્ષ બાદ ભંગાણ પડ્યું છે. સંગીતાએ કોર્ટમાં છૂટાછેડાની અરજીમાં વિજય પર એક્સ્ટ્રા મેરિટલ અફેરનો ગંભીર આરોપ લગાવ્યો હતો. અહેવાલો અનુસાર, ૨૦૨૧થી વિજય અને તૃષા રિલેશનશિપમાં હોવાની ચર્ચાઓ છે. ૨૦૨૩ની સુપરહિટ ફિલ્મ ‘લિયો’ બાદ આ જોડી ઘણીવાર જાહેરમાં પણ સાથે જોવા મળી છે.
તૃષા કૃષ્ણન: મિસ ચેન્નઈથી લઈને રાજકારણની ચર્ચાઓ સુધી
-
કરિયરની શરૂઆત: તૃષાએ મિસ ચેન્નઈ જીત્યા બાદ સાઉથ ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો.
-
બોલિવૂડ ડેબ્યૂ: ૨૦૧૦માં અક્ષય કુમાર સાથે ‘ખટ્ટા મીઠા’ ફિલ્મ દ્વારા હિન્દી સિનેમામાં એન્ટ્રી કરી હતી.
-
અણનમ એક્ટિંગ: તૃષાએ ૨૫ વર્ષની કરિયરમાં ૭૦ ફિલ્મો કરી છે અને તેને પાંચ ફિલ્મફેર એવોર્ડ્સ મળ્યા છે.
-
મક્કમ મિજાજ: એક્ટિંગ છોડવાની શરત રાખવા બદલ તેણે અગાઉ પોતાની સગાઈ પણ તોડી નાખી હતી.
મારી તસવીર અને નામ એક આસિસ્ટન્ટના કહેવા પર છેલ્લી ઘડીએ તે ઇવેન્ટમાં ઉપયોગમાં લેવામાં આવ્યા. માઇક પર બોલવાથી કોઈ વાત સમજદારીભરી નથી બનતી, મૂર્ખામીભરી જ રહે છે. આવી વાતો કહેનારા વિશે વધુ જણાવે છે, નહીં કે જેના વિશે કહેવામાં આવ્યું છે તેના વિશે.’ વિવાદ વધતા ડાયરેક્ટરે સત્તાવાર રીતે સોશિયલ મીડિયા દ્વારા પસ્તાવો વ્યક્ત કર્યો હતો.
શું હવે વિજય મુખ્યમંત્રી બનશે?
તમિલનાડુની ૨૩૪ બેઠકોમાંથી TVK ની મજબૂત લીડ જોતા વિજયનું મુખ્યમંત્રી બનવું લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. રાજકીય વિશ્લેષકો માને છે કે વિજયની આ જીત તમિલનાડુના રાજકારણમાં એક નવા યુગની શરૂઆત છે.