બ્રેકિંગ ન્યૂઝ વડોદરા મહાનગરનો લલકાર

નામાંકિત બ્રાન્ડના પેકેટમાંથી માખી નીકળતા ખળભળાટ

વડોદરા / ફૂડ સેફ્ટી બ્રેકિંગ:

વડોદરા શહેરમાં ખાધ્ય સામગ્રીની ગુણવત્તા અને લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાના વધુ એક ગંભીર મામલો સામે આવ્યો છે. શહેરના તાંદલજા વિસ્તારમાં ‘SUPER Bakers’ બ્રાન્ડના સીલબંધ બ્રેડના પેકેટમાંથી માખી નીકળી હોવાનો ગ્રાહક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે.

 સીલબંધ પેકેટમાં જીવાત મળતા રોષ:

ગ્રાહકના જણાવ્યા મુજબ, દુકાનમાંથી ખરીદવામાં આવેલા સીલબંધ બ્રેડના પેકેટની અંદર સ્પષ્ટપણે માખી નજરે પડી હતી. નામાંકિત બ્રાન્ડની પ્રોડક્ટમાં આ પ્રકારની ગંભીર બેદરકારી સામે આવતા ગ્રાહકો અને સ્થાનિક લોકોમાં ભારે નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે.

 મનપાની આરોગ્ય શાખા સમક્ષ તપાસની માંગ:

આ ઘટના બાદ વડોદરા મહાનગરપાલિકા (VMC)ની આરોગ્ય શાખા તાત્કાલિક ધોરણે આ વાયરલ વીડિયોની ગંભીર નોંધ લઈને બ્રેડના નમૂનાની ગુણવત્તા ચકાસે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર જવાબદાર એકમ સામે કડક કાર્યવાહી કરે તેવી પ્રબળ માંગ ઉઠી છે.

You may also like

યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
NRI ગ્લોબલ ન્યૂઝ રમતગમતનો લલકાર ભારતનો લલકાર મહાનગરનો લલકાર

પેન્ટ ઊતરાવી પથ્થરથી માથું છૂંદી નાખતો:

રાજકોટમાં ગે સ્ટોન કિલરના ડરે પુરુષો બહાર નીકળતા ડરતા, જાતીય શોષણનો બદલો લેવા મર્ડર કર્યાં
Translate »