પોલિટિક્સ બ્રેકિંગ ન્યૂઝ રાજકોટ મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

રાજકોટના ખેડૂતોમાં ભારે રોષ: જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા અને દેવા માફીની માંગ સાથે જેતપુરમાં પોસ્ટકાર્ડ અભિયાન!

રાજકોટ / જેતપુર બ્રેકિંગ:

રાજ્ય સરકાર દ્વારા ઓછા વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ આ યાદીમાં રાજકોટ જિલ્લાનો સમાવેશ ન થતા ખેડૂતોમાં ભારે નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે. આ અસંતોષના પગલે હવે જેતપુર પંથકના ખેડૂતો મેદાને આવ્યા છે અને સરકાર સુધી પોતાની વાત પહોંચાડવા અનન્ય માર્ગ અપનાવ્યો છે.

 પોસ્ટકાર્ડ અભિયાન દ્વારા સરકાર સમક્ષ રજૂઆત:

જેતપુરના ખેડૂતો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સ્થાનિક સાંસદને પોસ્ટકાર્ડ લખીને રાજકોટ જિલ્લાને પણ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરવામાં આવી રહી છે. ઓછા વરસાદના કારણે ખેતરોમાં ઊભા પાક સુકાઈ ગયા છે અને બિયારણ, ખાતર તથા મજૂરીનો ખર્ચ પણ ન નીકળતા ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે.

 દેવા માફી અને સહાયની માંગ:

ખેડૂતોએ માંગ કરી છે કે મહારાષ્ટ્ર સરકારની જેમ ગુજરાતમાં પણ ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે. આ ઉપરાંત, બંધ કરાયેલી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અને ફસલ વીમા યોજના ફરી શરૂ કરવામાં આવે તેમજ નુકસાનને અનુરૂપ પૂરતી આર્થિક સહાય ચૂકવવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.

You may also like

ધર્મનો લલકાર મનોરંજનનો લલકાર ધ લલકાર શૉ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

વર્લ્ડ ચેમ્પિયન ભારતીય વુમન્સ ટીમને મળ્યા PM મોદી

PM મોદીને આપી ‘નમો-1’ જર્સી, પ્રતિકા રાવલ વ્હીલચેર પર જોવા મળી; 2 નવેમ્બરે રચ્યો હતો ઈતિહાસ
યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
Translate »