રાજકોટ: રાજકોટમાં ‘હું નથુરામ ગોડસે’ નાટકના આયોજનનો કોંગ્રેસે વિરોધ કર્યો છે. રાજકોટના કોંગ્રેસના પ્રવક્તા ડૉ.પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીના ગુજરાતમાં નથુરામ ગોડસેનું મહિમામંડન કરતી રજૂઆત સ્વીકાર્ય નથી. સરકારને અપીલ કરી કે, ગોડસેના વિચારોને પ્રોત્સાહન આપતી કોઈપણ નાટ્યરજુઆતો પર પ્રતિબંધ મૂકવામાં આવે.
ગાંધીજી નાયક હતા, છે અને રહેશે
આ સાથે એવું જણાવ્યું કે, ગાંધીજી નાયક હતા, છે અને રહેશે, જ્યારે ગોડસે વિલન હતો, છે અને રહેશે,
કઠવાડીયાએ કહ્યું કે, રાજકોટના હેમુ ગઢવી હોલમાં શનિવારે રાત્રે નાટક ભજવાયું અને હજુ આગામી દિવસમાં જ જામનગરમાં પણ તેનું આયોજન થઇ રહ્યું છે. ભૂતકાળમાં સુરત, વડોદરા અને ભાવનગરમાં આ નાટક કેવી મંજૂરીથી ભજવાયું તે અંગે પણ સવાલ ઊભા થાય છે.આ સાથે કેટલાક તત્ત્વોએ રંગમંચ પર તોડફોડ કરી હતી. દંડાવાળી કરી હતી. સ્ટેજ પરના સેટ પણ તોડી પાડવામાં આવ્યા હતા. જામનગરમાં પણ આ નાટક નહીં થવા દઈએ એવી એક શખ્સે ચીમકી પણ ઉચ્ચારી હતી.