મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Patan News: ઉણ ગામે સામજિક બબાલ હિંસક બની, પોલીસે ટીયર ગેસના શેલ છોડી લાઠીચાર્જ કર્યો

  • March 18, 2026
  • 0 Comments

રાધનપુરના સિનાડ ગામની ગાયિકા કિંજલ રબારીના પ્રેમલગ્ન વિવાદ બાદ બનાસકાંઠાના ભાભર તાલુકાના રુણી ગામે ચૌધરી સમાજનું મહાસંમેલન યોજાયું હતું. દીકરીને પરત લાવવાના મુદ્દે યોજાયેલા આ સંમેલનમાં ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાનમાંથી પણ આંજણા ચૌધરી સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.સંમેલન બાદ ચૌધરી સમાજના લોકો દીકરીને પરત લેવા માટે ઓગડના ઉણ ગામ પહોંચ્યા હતા. […]

મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gir Somnath News: વેરાવળમાં ફિશરિઝ વિભાગમાં લાયસન્સના કામ માટે લાંચ લેતા વચેટિયો ઝડપાયો

  • March 18, 2026
  • 0 Comments

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. વેરાવળના બંદર રોડ પર આવેલી ફિશરીઝ ઓફિસમાં લાયસન્સમાં નામ બદલાવાની પ્રક્રિયા માટે લાંચ માંગવામાં આવતા ACBએ સફળ ટ્રેપ ગોઠવી એક વચેટિયાને રૂપિયા 10,000 લેતા રંગેહાથ ઝડપી લીધો છે. ACBનો સંપર્ક કરી સત્તાવાર ફરિયાદ નોંધાવી જાગૃત નાગરિક હાસમ મુગાસરાએ મત્સ્યોદ્યોગ વિભાગમાં […]

સુરત મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Surat News: ફેસબુકમાં સ્ટોરી મુકતાં જ ભાંડો ફૂટ્યો, લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ

  • March 18, 2026
  • 0 Comments

સુરતમાં હીરા પેઢીના મેનેજર સાથે 1.70 લાખ રૂપિયા લઈ લગ્ન કરનાર લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ થયો છે. આશ્ચર્યજનક રીતે, આ સમગ્ર કૌભાંડ ફેસબુક પર અપલોડ થયેલા ફોટાઓથી બહાર આવ્યું હતું.અમરેલી જિલ્લાના ધારીના વતની અને હાલ પાસોદરામાં રહેતા 43 વર્ષીય વિપુલ ટીંબડિયાએ 2 ઓક્ટોબર 2025ના રોજ સોનલ સંદીપ ચૌહાણ સાથે અશ્વિનીકુમાર મહાદેવ મંદિરમાં સાદાઈથી લગ્ન કર્યા […]

ગાંધીનગર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gandhinagar News: ગુજરાત ATSની મોટી કાર્યવાહી, યુપીના આંબેડકર નગરમાં ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ

  • March 18, 2026
  • 0 Comments

ગુજરાત ATSએ ઉત્તર પ્રદેશના આંબેડકર નગર જિલ્લામાં મોટી કાર્યવાહી કરતાં મેફેડ્રોન ડ્રગ્સના ગેરકાયદેસર ઉત્પાદન કરતી ફેક્ટરીનો ભંડાફોડ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ મામલે અગાઉ અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાંથી શફાત અહેમદ ફારૂકીની ધરપકડ કરવામાં આવી હતી, જેના પાસેથી 4.6 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું હતું. તેની પૂછપરછના આધારે ATSએ […]

ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Patan News: ઉન ગામમાં દીકરીને પરત લેવા માટે યોજાયેલી સભા બાદ મામલો બીચક્યો, કેટલાક શખ્સોએ વાહનોમાં તોડફોડ કરી

  • March 18, 2026
  • 0 Comments

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ઉન ગામમાં આજે હોબાળો મચી જવા પામ્યો હતો. ચૌધરી સમાજની દીકરીને પરત લાવવા માટે ચાલી રહેલા વિવાદમાં વાત વણસી ગઈ હતી. આ દરમિયાન કેટલાક લોકોએ વાહનોમાં તોડફોડ કરી હતી. જેના કારણે ઉન ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દીકરીને પરત લાવવા માટે આજે ચૌધરી સમાજની સભા યોજાઈ હતી. જેમાં આક્રમક સંબોધન શરૂ […]

ગાંધીનગર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

જાણી આ રહ્યા ગુજરાતના યુનિફોર્મ સિવિલ કોર્ડના નિયમો, લગ્ન નોંધણી ફરજિયાત કરવી પડશે

  • March 18, 2026
  • 0 Comments

ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC)ના અમલીકરણ માટે રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ પોતાનો વિસ્તૃત અને આખરી અહેવાલ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલને મંગળવારે ગાંધીનગરમાં સોંપ્યો હતો.આ અહેવાલ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અઘ્યક્ષતામાં બનેલી આ સમિતિએ ઝીણવટ ભર્યા અભ્યાસ અને રાજ્યના જિલ્લાઓની મુલાકાત લઇને લોક અભિપ્રાયો મેળવીને તથા ઘનિષ્ઠ જનસંપર્ક બાદ ચર્ચા-વિચારણાને આધારે તૈયાર કરેલો […]

મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Patan News: જીલિયા ફાર્મ ખાતે આતંક મચાવનારને ખરેખર હનુમાનજી દેખાયા, પોલીસે જાહેરમાં ટાંટિયા તોડ સર્વિસ કરી

  • March 18, 2026
  • 0 Comments

પાટણ જિલ્લાના ચાણસ્મા પંથકમાં જીલીયા ફાર્મ ખાતે દાદાગીરી અને લુખ્ખાગીરી કરનારા તત્વોની શાન પોલીસે ઠેકાણે લાવી દીધી છે. જીલીયા ગામે બનેલી હિંસક ઘટનામાં સંડોવાયેલા 17 જેટલા શખ્સોની ધરપકડ કર્યા બાદ પાટણ જિલ્લા પોલીસે આજે ચાણસ્માના જાહેર માર્ગો પર તેમનું સરઘસ કાઢીને કાયદાનું ભાન કરાવ્યું હતું. ફિલ્મી સીનને પણ પાછળ મુકી દે તેવા દ્રશ્યો રોડ પર […]

ગાંધીનગર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gandhinagar News: ગુજરાત સરકારને પેટ્રોલ ડિઝલ અને ગેસના ટેક્સમાંથી 2 વર્ષમાં કુલ 41,593 કરોડની આવક થઈ

  • March 17, 2026
  • 0 Comments

વિશ્વમાં ખાડી દેશોમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ક્રુડ અને ગેસ સપ્લાયમાં અસ્થિરતા વધી રહી છે. ગેસની અછત દેશમાં સૌથી વધુ પ્રભાવી મુદ્દો બન્યો છે. જેની વચ્ચે ગુજરાત વિધાનસભામાં ઈંધણ અને ગેસને લઈને ચર્ચાઓ થઈ હતી. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ સરકારને સવાલ કર્યો હતો કે, છેલ્લા બે વર્ષ દરમિયાન પેટ્રોલ, ડિઝલ, સીએનજી અને પીએનજી પર રાજ્ય […]

મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Entertainment: Nora Fatehi અને Sanjay Duttનું ગીત સરકે ચુનર તેરી યુટ્યુબ પરથી હટાવાયું

  • March 17, 2026
  • 0 Comments

ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને સોશિયલ મીડિયા પર હાલ Nora Fatehi અને Sanjay Duttનું ગીત ‘સરકે ચુનર તેરી’ ચર્ચાનો વિષય બન્યું છે.જોકે, આ ચર્ચા ગીતની લોકપ્રિયતા કરતાં તેમાં દર્શાવવામાં આવેલા અશ્લીલ તત્ત્વો અને તેના વિરોધને કારણે વધુ થઈ રહી છે. ભારે વિવાદ અને દબાણ વચ્ચે નિર્માતાઓએ આ ગીતનું હિન્દી વર્ઝન સત્તાવાર પ્લેટફોર્મ પરથી હટાવી દીધું છે. આ […]

અમદાવાદ મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gir Somnath News: તાલાલામાં રોજ 6000 લીટર નકલી દૂધ ડેરીઓમાં સપ્લાય થતું, પોલીસે દરોડા પાડી પર્દાફાશ કર્યો

  • March 17, 2026
  • 0 Comments

ગીર સોમનાથ જિલ્લામાં તાલાલા તાલુકાના ગુંદરણ ગામ પાસે આવેલ પ્રેમપરા નેસ વિસ્તારમાંથી ખળભળાટ મચાવનારી વિગતો સામે આવી છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી નકલી દૂધ બનાવવાની ગેરકાયદે પ્રવૃત્તિ સામે પોલીસે લાલ આંખ કરી છે.ગુંદરણ ગામ નજીક આવેલા પ્રેમનગર નેસ વિસ્તારમાં કાર્યરત નકલી દૂધની ફેક્ટરી પર એસ ઓ જી પોલીસે દરોડો પાડયો છે. પોલીસે કુલ 4.68 […]

Translate »