અમદાવાદ મહાનગરનો લલકાર

દારૂની ડિલિવરી: ઘેંટા-બકરાના ઊનની આડમાં દારૂની હેરફેર, ₹1.50 કરોડનો જથ્થો જપ્ત

Foreign Liquor

અમદાવાદઃ 31 ડિસેમ્બર પહેલા જ ગુજરાતમાં એસએમસીએ દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો છે. આ ઘટનાએ દારૂબંધીના દાવાની પોલ ખુલી નાખી છે. સરકારના કડક કાયદા અને ‘ઝીરો ટોલરન્સ’ના નારા માત્ર કાગળ પર જ જોવા મળી રહ્યા છે. તંત્રની આંખ સામે બુટલેગરો દારૂની ડિલિવરી કરી ખુલ્લેઆમ ધંધો કરી રહ્યા છે. બીજી તરફ લોકોમાં ચર્ચા છે કે, સુરક્ષાની વાતો માત્ર રાજકીય ભાષણોમાં જ ગુંજે છે.  પ્રાથમિક માહિતી અનુસાર, ​અમદાવાદ શહેરમાં SMCની ટીમે મોટી કાર્યવાહી કરી છે. સરખેજ પોલીસ સ્ટેશનની હદમાં એસપી રિંગ રોડ પરથી એસએમસીએ ₹1,50,08,025નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.

વિદેશી દારૂનો જથ્થો પકડાયો

સોમવારે રાત્રે બાકરોલ ટોલ પ્લાઝા નજીક એસએમસીએ દરોડો પાડીને 53,369 વિદેશી દારૃની બોટલો જપ્ત કરી હતી, જેની કિંમત ₹1,20,08,025/- આંકવામાં આવી છે. ​ઝડપાયેલી દારૂની બોટલ પર ફક્ત ચંદીગઢમાં વેચાણ માટે હોવાનું લેબલ પર દર્શાવવામાં આવ્યું છે. આ ઉપરાંત આઇશર ટ્રક તેમજ ઘેટાં-બકરાંના ઊનથી ભરેલી 196 બેગ પણ જપ્ત કરવામાં આવી હતી. આ ઊનનો ઉપયોગ દારૂના કન્સાઇનમેન્ટને છુપાવવા માટે કરાયો હોવાનું મનાય છે. ​આટલો મોટો જથ્થો પકડાયો હોવા છતાં આરોપી ત્યાંથી ફરાર થઈ ગયા છે. કૂલ છ આરોપીને વોન્ટેડ જાહેર કરાયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કેસના તાર ગુજરાતથી લઈને ચંદીગઢ સુધી ફેલાયેલા હોવાનું જણાઈ રહ્યું છે. ચંડીગઢથી આટલો મોટો જથ્થો કેવી રીતે રાજ્યમાં પહોંચ્યો અને ત્યાંથી અમદાવાદ સુધી આવ્યો તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ દારૂની ડિલિવરી ક્યાં કરવાની અને કોને કરવાની હતી એ અંગે પોલીસ તપાસ કરી રહી છે.

અમદાવાદ-સુરતમાંથી સૌથી વધારે ફરિયાદ

દારૂના અડ્ડા-બુટલેગર સામે 48000 ફરિયાદ થઈ હોવાનું ગૃહવિભાગે કબુલ્યું છે. જિજ્ઞેશ મેવાણીએ દારૂ મુદ્દે કરેલા નિવેદન બાદ ગુજરાત સરકારે વિગત જાહેર કરી છે. દારૂના અડ્ડા અને બુટલેગર સામે 14214 ફરિયાદો મળી હતી. વર્ષ 2021-22માં 17857 ફરિયાદ સરકાર તથા પોલીસ સુધી પહોંચી હોવાના રીપોર્ટ સામે આવ્યા છે. વર્ષ 2023-24 દારૂ ડ્રગ્સનો વેપલો કરનારા 16316 ફરિયાદ મળી હતી. આટલી ફરિયાદ સામે સરકારે લીધેલા પગલાં અંગે કોઈ સરકારે કોઈ ફોડ પાડ્યો નથી. આ ફરિયાદોમાં અમદાવાદ અને સુરત મોખરે રહ્યા છે. ગુજરાતના મોટાભાગના રાજ્યોમાંથી દારૂની ફરિયાદો પોલીસને મળી છે. જે પુરવાર કરે છે કે, દારૂ અને ડ્રગ્સનું દૂષણ વકરી રહ્યું છે. જે ચિંતાનો વિષય છે.

admin01

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
NRI ગ્લોબલ ન્યૂઝ રમતગમતનો લલકાર ભારતનો લલકાર મહાનગરનો લલકાર

પેન્ટ ઊતરાવી પથ્થરથી માથું છૂંદી નાખતો:

રાજકોટમાં ગે સ્ટોન કિલરના ડરે પુરુષો બહાર નીકળતા ડરતા, જાતીય શોષણનો બદલો લેવા મર્ડર કર્યાં
Translate »