મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Patan News: ઉણ ગામે સામજિક બબાલ હિંસક બની, પોલીસે ટીયર ગેસના શેલ છોડી લાઠીચાર્જ કર્યો

રાધનપુરના સિનાડ ગામની ગાયિકા કિંજલ રબારીના પ્રેમલગ્ન વિવાદ બાદ બનાસકાંઠાના ભાભર તાલુકાના રુણી ગામે ચૌધરી સમાજનું મહાસંમેલન યોજાયું હતું. દીકરીને પરત લાવવાના મુદ્દે યોજાયેલા આ સંમેલનમાં ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાનમાંથી પણ આંજણા ચૌધરી સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.સંમેલન બાદ ચૌધરી સમાજના લોકો દીકરીને પરત લેવા માટે ઓગડના ઉણ ગામ પહોંચ્યા હતા. અહીં ચૌધરી અને રબારી સમાજ વચ્ચે તણાવ વધતા બન્ને પક્ષ વચ્ચે જોરદાર બબાલ સર્જાઈ હતી. ઉશ્કેરાયેલા ટોળાએ અનેક વાહનોમાં તોડફોડ કરી અને અંદાજે 3 કિલોમીટર સુધી હાઈવે બ્લોક કરી દીધો હતો.

પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
ઘટનાના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.આ અંગે બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડે જણાવ્યું હતું કે ટોળું આક્રમક બનતા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેના પગલે પોલીસે બળનો ઉપયોગ કર્યો હતો. ઘટનામાં 4 પોલીસકર્મીઓ સહિત 4થી 5 લોકોને ઈજાઓ પહોંચી છે. પોલીસે 35થી 40 લોકોને ડિટેઈન કર્યા છે અને હાલ પરિસ્થિતિ કાબૂમાં હોવાનું જણાવ્યું છે.ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ભાભર હાઈવે બ્લોક કરતા ટ્રાફિક જામ સર્જાયો
કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ઉણ ગામમાં પોલીસ તૈનાત કરવામાં આવી છે. સામાજિક તણાવ શાંત કરવા સમાજના આગેવાનો દ્વારા ચર્ચાઓ શરૂ કરવામાં આવી છે. ઘટનાના વાયરલ વીડિયોમાં મોટી સંખ્યામાં લોકો લાકડીઓ સાથે ભેગા થયેલા અને વાહનોમાં તોડફોડ કરતા જોવા મળે છે. પરિસ્થિતિ કાબૂમાં લેવા પોલીસે ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો તેમજ લાઠીચાર્જ પણ કર્યો હતો. બીજી તરફ, લોકોએ થરા-ભાભર હાઈવે બ્લોક કરતા ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને દૂર કરવા પોલીસે આગેવાનો સાથે ચર્ચા હાથ ધરી છે.

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »