સાયબર ક્રાઇમ / ટેક્નોલોજી બ્રેકિંગ:
દિવાળીના તહેવારની ખરીદી અને ઉજવણી વચ્ચે સાયબર ઠગો પણ સક્રિય થઈ ગયા છે. તહેવારની આકર્ષક ઓફરો અને ગિફ્ટના નામે સામાન્ય નાગરિકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, જેને લઈને સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા વિશેષ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
ફેક લિંક અને ગ્રીટિંગ કાર્ડથી છેતરપિંડી:
સાયબર ઠગો દ્વારા વોટ્સએપ કે સોશિયલ મીડિયા પર ફેક એપની લિંક અને ગ્રીટિંગ કાર્ડ મોકલીને લોભામણી ઓફરોની લાલચ આપવામાં આવે છે. આવી અજાણી લિંક પર ક્લિક કરવાથી મોબાઈલનો ડેટા હેક થઈ શકે છે અને બેંક ખાતાની ખાનગી વિગતો જોખમમાં મુકાઈ શકે છે.
ડીસીપી સાયબર ક્રાઇમ લવિના સિંહાની સલાહ:
આ અંગે ડીસીપી સાયબર ક્રાઇમ લવિના સિંહાએ નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ એપ માત્ર Google Play Store કે અધિકૃત પ્લેટફોર્મ પરથી જ ડાઉનલોડ કરવી. કોઈપણ અજાણી કે અનઓફિશિયલ એપ ડાઉનલોડ ન કરવા તાકીદ કરવામાં આવી છે. જો કોઈ નાગરિક સાયબર ફ્રોડનો ભોગ બને, તો તુરંત જ રાષ્ટ્રીય હેલ્પલાઇન નંબર ૧૯૩૦ (1930) પર કોલ કરીને ફરિયાદ નોંધાવવા જણાવ્યું છે.