ધર્મનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

નવરાત્રી સ્પેશિયલ:આજે નવમું નોરતું અને માં સિદ્ધિદાત્રીની ઉપાસના, જાણો નવદુર્ગાની આ સફરનો અંતિમ અને સૌથી મોટો સંદેશ!

નવરાત્રી સ્પેશિયલ / નવમું નોરતું:

નવરાત્રિના નવમા અને અંતિમ દિવસે જગતજનની માં દુર્ગાના નવમા સ્વરૂપ એવા માં સિદ્ધિદાત્રી (Maa Siddhidatri)ની આરાધના કરવામાં આવે છે.નામમાં જ તેનો અર્થ છુપાયેલો છે—સિદ્ધિ આપનારી દેવી. માતાજીના આ સ્વરૂપને આધ્યાત્મિક પૂર્ણતા અને સિદ્ધિ સાથે જોડવામાં આવે છે.

 નવ દિવસની યાત્રાનો સાર:

મા સિદ્ધિદાત્રીના પૂજન સાથે જ આપણી નવ દિવસની અદ્ભુત યાત્રા પૂર્ણ થાય છે:

 પહેલા દિવસે આપણે સ્થિરતા શીખ્યા.

 બીજા દિવસે સંયમ કેળવ્યો.

 ત્રીજા અને ચોથા દિવસે હિંમત અને સર્જનશક્તિ મેળવી.

 પાંચમા અને છઠ્ઠા દિવસે જવાબદારી અને ન્યાય સમજ્યા.

 સાતમા અને આઠમા દિવસે ભય પર વિજય અને મનની શુદ્ધતા પ્રાપ્ત કરી.

 અને નવમા દિવસે પોતાની અંદરની શક્તિને ઓળખી!

 નવમા દિવસનો જીવનસંદેશ:

માં સિદ્ધિદાત્રી આપણને શીખવે છે કે “સાચી સિદ્ધિ બહારની દુનિયા જીતવામાં નહીં, પરંતુ પોતાને જીતવામાં છે.”જો આ નવ દિવસમાં આપણો અંદરનો માણસ થોડો વધુ મજબૂત, થોડો વધુ શાંત અને વધુ સારો બન્યો હોય, તો સમજજો કે નવરાત્રી ખરા અર્થમાં સફળ થઈ ગઈ.

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »