નવી દિલ્હી:
સંસદના ચોમાસુ સત્ર દરમિયાન બુધવારે લોકસભામાં ભારે હંગામો જોવા મળ્યો હતો. વિપક્ષી સભ્યોના સતત હોબાળા અને નારેબાજી વચ્ચે સરકારે પરીક્ષા સુધારા અંતર્ગત અત્યંત મહત્વપૂર્ણ એવું ‘એન્ટી પેપરલીક બિલ’ (Public Examinations Bill) ધ્વનિ મતથી પસાર કરી દીધું છે. બિલ પસાર થયા બાદ લોકસભા અને રાજ્યસભા બંનેની કાર્યવાહી ગુરુવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
ચર્ચા બાદ સુધારા સાથે બિલ મંજૂર
મંગળવારે લોકસભામાં પેપર લીક વિરોધી બિલ પર ચર્ચા શરૂ થઈ હતી, જે બુધવારે પણ ચાલુ રહી હતી. બુધવારે ચર્ચા દરમિયાન વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ પણ આ મુદ્દે ગૃહને સંબોધિત કર્યું હતું, જ્યારે રાજ્યસભામાં પણ પેપર લીક મુદ્દે તીખી ચર્ચા થઈ હતી. કેન્દ્રીય મંત્રી ડો. જીતેન્દ્ર સિંહે લોકસભામાં વિપક્ષના સવાલોના જવાબ આપ્યા હતા. ત્યારબાદ ગૃહમાં હાજર સભ્યોએ ધ્વનિ મતથી બિલને સુધારા સાથે મંજૂરી આપી હતી.
https://youtu.be/CX28FbJV4WY?si=BiGVWf6jxv8po002
દિવસભર બારંવાર ખોરવાઈ ગૃહની કાર્યવાહી
બુધવારે ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી સાંસદોએ વિવિધ મુદ્દાઓને લઈને સૂત્રોચ્ચાર અને હોબાળો શરૂ કર્યો હતો. વિપક્ષના વિરોધને કારણે ગૃહનું કામકાજ વારંવાર સ્થગિત કરવું પડ્યું હતું:
-
સવારે 12:00 વાગ્યા સુધી: વિપક્ષના હંગામાને પગલે પ્રથમ સ્થગિત.
-
બપોરે 12:00 થી 2:00 વાગ્યે: પુનઃ ચર્ચા શરૂ થયા બાદ ફરી કાર્યવાહી સ્થગિત.
-
બપોરે 2:30 થી 3:00 વાગ્યે: ગૃહ ફરી મળ્યું પરંતુ હોબાળો ચાલુ રહેતા બપોરે 3 વાગ્યા સુધી મુલતવી રખાયું.
આખરે બપોરે 3 વાગ્યે પુનઃ કામકાજ શરૂ થતાં જ ભારે ગદારૂળ વચ્ચે જ આ મહત્વકાંક્ષી બિલને લોકસભાની મંજૂરી મેળવવામાં સફળતા મળી હતી. આ કાયદો અમલમાં આવવાથી ભવિષ્યમાં ભરતી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ પર કડક લગામ લાગશે.