જમ્મુ-કાશ્મીરના પ્રવાસે ગયેલા દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહે વિપક્ષ અને ખાસ કરીને કોંગ્રેસ પાર્ટી પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા છે. એક જાહેર સભાને સંબોધતા રાજનાથ સિંહે વિપક્ષ દ્વારા લગાવવામાં આવતા ‘વોટ ચોરી’ના આક્ષેપોનો જડબાતોડ જવાબ આપ્યો હતો અને કોંગ્રેસ પર દેશમાં અરાજકતા ફેલાવવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો.
આ પણ વાંચો: નેશનલ હાઈવેની કામગીરી કરતાં ડામર પ્લાન્ટમાં ભીષણ આગ
રક્ષામંત્રી રાજનાથ સિંહે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું હતું કે, “આ સમયે તમે જોઈ રહ્યા છો કે કોંગ્રેસ સતત દેશમાં અરાજકતા ફેલાવીને બળવા અને શાસન પરિવર્તનની વાતો કરી રહી છે. પરંતુ લોકશાહીના ઉચ્ચ મૂલ્યોમાં અતૂટ વિશ્વાસ રાખનારી ભારત દેશની જનતા આ પ્રકારની પ્રવૃત્તિઓને ક્યારેય સહન નહીં કરી શકે.”
વિપક્ષ દ્વારા ચૂંટણી પ્રક્રિયા અને ભાજપ પર લગાવવામાં આવતા વોટ ચોરીના આરોપોને ફગાવી દેતા રાજનાથ સિંહે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “ભાજપ ક્યારેય વોટ ચોરી નથી કરી શકતી, પછી ભલે અમારી સરકાર બને કે ન બને. અમે માત્ર સત્તા મેળવવા માટે નહીં, પરંતુ દેશને બચાવવા અને રાષ્ટ્ર નિર્માણ માટે રાજકારણ કરીએ છીએ.” રક્ષામંત્રીના આ નિવેદન બાદ રાષ્ટ્રીય રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે.

1 thought on “જમ્મુ-કાશ્મીરમાં રક્ષામંત્રી રાજનાથ સિંહના કોંગ્રેસ પર આકરા પ્રહાર”