અમદાવાદ / સાયબર ક્રાઇમ બ્રેકિંગ:
અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપીને નાગરિકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરતા એક મોટા ઇન્ટરનેશનલ સાયબર રેકેટનો પર્દાફાશ કર્યો છે. શહેરમાં રૂ. ૬૭ લાખના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અંગે સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
કેવી રીતે આચરતા હતા છેતરપિંડી?
ઠગ્સ દ્વારા જાણીતી કંપની ‘જુલિયન બેર’ (Julius Baer) ના નામે ‘જેબી-૧’ (JB-1) નામની નકલી શેર માર્કેટ એપ્લિકેશન બનાવવામાં આવી હતી. આરોપીઓ ICICI સિક્યોરિટીઝમાંથી ફર્જી (નકલી) કર્મચારી બનીને લોકોને ફોન કરતા હતા અને શેરબજારમાં રોકાણ કરવાની લાલચ આપીને ફસાવતા હતા.
દુબઈ કનેક્શન અને ૪ આરોપીઓની ધરપકડ:
આ સમગ્ર કૌભાંડનો મુખ્યતાર દુબઈ સાથે જોડાયેલો છે. દુબઈના માસ્ટરમાઇન્ડના સંપર્કમાં રહીને અહીંથી બેંક એકાઉન્ટની કિટો દુબઈ મોકલવામાં આવતી હતી. પોલીસે આ કેસમાં સંડોવાયેલા ઇતિયાક યુસુફભાઈ રિયાવાળા, સોહેબ જોજારવાળા, શેહઝાદ અજમેરવાળા અને ઇતિયાક નામના કુલ ૪ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં દેશભરના ૧૫ અલગ-અલગ રાજ્યોમાં NCRP પોર્ટલ પર ૮૦થી વધુ ફરિયાદો અને ૫૦થી વધુ શંકાસ્પદ બેંક ટ્રાન્ઝેક્શન્સ મળી આવ્યા છે.