ક્રાઇમ બ્રેકિંગ ન્યૂઝ વડોદરા ખાખીની ખટપટ મહાનગરનો લલકાર

‘માસ્ક મેન’ તરીકે પ્રચલિત શ્રેય પટેલ પર વેપારી પાસે ૫૦ લાખની ખંડણી માંગવાનો આરોપ!

વડોદરા / ક્રાઈમ બ્રેકિંગ:

વડોદરા શહેરમાં સોશિયલ મીડિયા પર ‘માસ્ક મેન’ તરીકે પ્રચલિત શ્રેય પટેલ વિરુદ્ધ એક વેપારીએ મસમોટી ખંડણી માંગવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગેનો ગંભીર ગુનો નોંધાવ્યો છે. આ ચકચારી મામલે ગોત્રી પોલીસે કડક કાર્યવાહી કરીને આરોપી શ્રેય પટેલની અટકાયત કરી લીધી છે.

 કેવી રીતે શરૂ થયો વિવાદ?

ફરિયાદી વેપારી વિશેષ ઠક્કરના જણાવ્યા મુજબ, સમગ્ર વિવાદ ગણપતિ સ્થાપનાના ફાળાની ઉઘરાણીથી શરૂ થયો હતો. ફાળો આપવાની ના પાડતા મામલો બિચક્યો હતો અને ૨૫ સપ્ટેમ્બરની મોડી રાત્રે વેપારી પર ડંડા વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન વચ્ચે પડેલા કોર્પોરેટર સ્મિત પટેલ અને દેવ દોષી સાથે પણ મારામારી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે.

 ૫૦ લાખની ખંડણી અને ધમકીઓ:

આરોપીઓએ સીસીડી (CCD) કાફે ખાતે બોલાવીને વીડિયો વાયરલ કરવાની અને સામાજિક-રાજકીય પ્રતિષ્ઠા ખરડવાની ધમકી આપીને રૂ. ૫૦ લાખની ખંડણી માગી હતી. એટલું જ નહીં, ૧૪ ઑક્ટોબરે ઇસ્કોન મંદિર પાસે દબાણ કરીને ટોકન પેટે રૂ. ૨૫ હજાર પણ પડાવી લીધા હતા. વેપારી વિશેષ ઠક્કર તુર્કી પ્રવાસેથી પરત ફર્યા બાદ આ માོમે ગોત્રી પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

You may also like

યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
NRI ગ્લોબલ ન્યૂઝ રમતગમતનો લલકાર ભારતનો લલકાર મહાનગરનો લલકાર

પેન્ટ ઊતરાવી પથ્થરથી માથું છૂંદી નાખતો:

રાજકોટમાં ગે સ્ટોન કિલરના ડરે પુરુષો બહાર નીકળતા ડરતા, જાતીય શોષણનો બદલો લેવા મર્ડર કર્યાં
Translate »