ગુજરાત રાજ્યમાં પ્રવાસન, સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને દરિયાઈ વિકાસની મહત્વાકાંક્ષાઓના પ્રતીક તરીકે ઐતિહાસિક નગરી લોથલ ખાતે નિર્માણાધીન ‘નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ’ (NMHC) ઝડપથી આકાર લઈ રહ્યું છે. આગામી ‘વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027’ (VGGS 2027) પૂર્વે આ વિશ્વકક્ષાનો પ્રોજેક્ટ ગુજરાતને ગ્લોબલ ટુરિઝમ અને રોકાણના મુખ્ય કેન્દ્ર તરીકે સ્થાપિત કરી રહ્યો છે. અંદાજે 400 એકરના વિશાળ વિસ્તારમાં ₹4500 કરોડના જંગી ખર્ચે તૈયાર થઈ રહેલા આ મેગા પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો ટૂંક સમયમાં જ પૂર્ણ થવાની પ્રબળ સંભાવના છે.
આ પણ વાંચો: જમ્મુ કાશ્મીરમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે કોંગ્રેસ પર સાધ્યું નિશાન
લોથલનું નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ ભારતના પ્રાચીન દરિયાઈ વારસાને આધુનિક ગુજરાતના પોર્ટ-આધારિત વિકાસ સાથે જોડતો એક અદભુત સેતુ બની રહેશે. આ કોમ્પ્લેક્સમાં વિશ્વનું સૌથી ઊંચું લાઇટહાઉસ મ્યુઝિયમ, ચાર ભવ્ય થીમ પાર્ક અને વિશ્વના સૌથી પ્રાચીન લોથલ ડોકયાર્ડની આબેહૂબ પ્રતિકૃતિ મુલાકાતીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે. આ પ્રોજેક્ટ દ્વારા પ્રાચીન લોથલથી લઈને આજના આધુનિક બંદરો સુધીની ભારતની 5,000 વર્ષ જૂની સમૃદ્ધ દરિયાઈ વેપારની ગૌરવગાથાને વૈશ્વિક ફલક પર જીવંત કરવામાં આવશે.

1 thought on “વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 પૂર્વે લોથલનું ‘નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ’ (NMHC) બનશે વૈશ્વિક આકર્ષણનું કેન્દ્ર”