રાજકોટ જિલ્લાના યાત્રાધામ વીરપુર નજીક રાજકોટ-જેતપુર નેશનલ હાઇવેની ચાલી રહેલી કામગીરી માટેના ડામર પ્લાન્ટમાં અચાનક આગ લાગવાની ઘટના બની છે. મળતી વિગતો અનુસાર, નેશનલ હાઇવેના નિર્માણ કાર્યમાં વપરાતા ડામર બનાવવાની મશીનરીમાં અગમ્ય કારણોસર અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરવાનું શરૂ કરતા પ્લાન્ટ પર કામ કરતા કર્મચારીઓ અને આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આ પણ વાંચો: સ્લીમ થવા માટે પીઓ આ પાણી
ડામર અને મશીનરીમાં લાગેલી આગને કારણે કાળા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી આકાશમાં જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતા જ તાત્કાલિક અસરથી જેતપુર અને ગોંડલ ફાયર વિભાગની ટીમો ફાયર ફાઇટરો સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ સતત પાણીનો મારો ચલાવીને આગ વધુ વિકરાળ બને અને આસપાસના વિસ્તારમાં પ્રસરે તે પહેલાં જ તેના પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે, ફાયર વિભાગની સમયસૂચકતાને કારણે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જેનાથી તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.

1 thought on “નેશનલ હાઇવેની કામગીરી કરતા ડામર પ્લાન્ટમાં ભીષણ આગ”