મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Junagadh News: ભવનાથમાં મૃગી કૂંડમાં આસ્થાની ડૂબકીનો વધુ એક વિવાદ, કિર્તી પટેલ બાદ પોલીસ અધિકારી J.P. વરિયાએ ડૂબકી લગાવી

જૂનાગઢમાં મહાશિવરાત્રીના દિવસે વિવાદો સામે આવી રહ્યાં છે. વિવાદિત ટિકટોક ગર્લ કિર્તી પટેલે મૃગી કૂંડમાં નાગા સાધુઓ સાથે ડૂબકી મારીને વધુ એક વિવાદ ઉભો કર્યો છે. તે ભગવા વસ્ત્રો પહેરીને સાધુઓની વચ્ચે પહોંચી ગઈ હતી. સામાન્ય રીતે મૃગી કુંડમાં નાગા સાધુઓ સિવાય અન્ય કોઈ ડૂબકી મારી શકતુ નથી. ત્યારે કિર્તી પટેલે ડૂબકી મારતા તેનો વીડિયો વાયરલ થયો છે. આ મુદ્દે તંત્રએ તેને બહાર કાઢી હતી અને વિવાદ વધતાં તેને મંદિર પરિસરની બહાર મોકલી દેવાઈ હતી. તે સમયે તે પોલીસ સાથે પણ ઝગડી હતી. હું કોઈ આરોપી નથી હો કહીને પોલીસ સામે આંખોના ડોળા કાઢતી હોય તેવો વીડિયો વાયરલ થયો છે. હવે આ ઘટનામાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. જૂનાગઢમાં પોલીસ ઈન્સપેક્ટર વરિયાએ પણ સિવિલ ડ્રેસમાં મૃગી કૂંડમાં ડૂબકી મારી હતી.

કિર્તી પટેલ બાદ હવે પીઆઈ વરિયા વિવાદમાં
જૂનાગઢમાં પીજીવીસીએલ વિજિલન્સ ટીમમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા જે.પી. વરિયાએ સિવિલ ડ્રેસમાં મૃગી કુંડમાં સ્નાન કરતાં હોય તેવો એક વીડિયો વાયરલ થયો છે. લોકોના જણાવ્યા પ્રમાણે નિયમ એવું કહે છે કે કોઈપણ પોલીસ અધિકારી સિવિલ ડ઼્રેસમાં ડૂબકી મારી શકે નહીં. સાઘુ સંતોમાં પણ એવું ચર્ચાઈ રહ્યું છે કે, આ કુંડમાં રવેડી બાદ માત્ર સાધુ સંતો જ ડૂબકી મારી શકે છે. ત્યારે કિર્તી પટેલ અને પીઆઈ વરિયાની ડૂબકીએ વિવાદમાં ઘી નાંખવાનું કામ કર્યું છે. પ્રાંત અધિકારીએ કિર્તી પટેલને લઈને કહ્યું હતું કે,આ બાબતે અમે સાધુ સંતો સાથે નીતિ નિયમો બાબતે ચર્ચા કરીશું. જો કોઈ ગેરકાયદે કૃત્ય અથવા તો ધાર્મિક લાગણી દુભાઈ હશે તો જરુર કાર્યવાહી કરવામાં આવશે.

admin01

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »