ગુજરાતમા ટીકટોક ગર્લ તરીકે જાણિતી અને સતત વિવાદોમાં રહેતી કિર્તી પટેલે જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં વિવાદ સર્જ્યો છે. સાધુ સંતોની રવેડી બાદ મૃગી કૂંડમાં સ્નાન ચાલુ થયું ત્યારે કિર્તી પટેલ ભગવા વસ્ત્રો ધારણ કરીને ત્યાં ઘૂસી ગઈ હતી. સાધુઓ સાથે મૃગી કૂંડમાં સ્નાન કર્યું હતું. આ દરમિયાન સાધુ સંતોએ તંત્રના અધિકારીઓને કિર્તી પટેલને બહાર કાઢવા કહ્યું હતું. ત્યાર બાદ તંત્રએ તેને મૃગી કુંડમાંથી અને મંદિર પરિસરની બહાર કાઢી હતી.
જરૂર જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
આ અંગે SDM ચરણસિંહ ગોહિલે જણાવ્યું કે, કિર્તી પટેલના મુદ્દે સાધુ સંતો સાથે ચર્ચા કરવામાં આવશે જો જરૂર જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી શકે છે. કિર્તી પટેલે મંદિર પરિસરની બહાર પણ પોલીસને બેફામ પણે શબ્દો બોલ્યા હતાં. આ કુંડ કંઈ તારા બાપનો છે આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ બાબતે અમે સાધુ સંતો સાથે નીતિ નિયમો બાબતે ચર્ચા કરીશું. જો કોઈ ગેરકાયદે કૃત્ય અથવા તો ધાર્મિક લાગણી દુભાઈ હશે તો જરુર કાર્યવાહી કરવામાં આવશે.હંમેશા કોઈને કોઈ વિવાદમાં રહેતી કીર્તિ પટેલ સામે ગુજરાતમાં 10 ગુનાઓ નોંધાયેલા છે. ડીસેમ્બર 2025માં કીર્તિ પટેલની પાસા હેઠળ અટકાયત કરી જેલમાં ધકેલી દેવાઈ હતી.