ગાંધીનગર / રાજકારણ:
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના જાહેર થયેલા પરિણામોએ રાજકીય ગરમાવો લાવી દીધો છે. ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતાં ભારતીય જનતા પાર્ટી (BJP) એ પોતાની સત્તા જાળવી રાખી છે, પરંતુ ગત ચૂંટણીની સરખામણીએ ભાજપની બેઠકોમાં ઘટાડો નોંધાયો છે.
ભાજપનો વિજય પણ સીટો ઘટી: ગાંધીનગર મનપા પર ભાજપે ફરી એકવાર ભગવો લહેરાવીને બહુમતી હાસલ કરી છે, પરંતુ આ વખતે ભાજપને કેટલીક સીટો ગુમાવવી પડી છે.
કોંગ્રેસની વાપસી: બીજી તરફ કોંગ્રેસે સુધારેલું પ્રદર્શન કર્યું છે. ગત વખત કરતાં કોંગ્રેસની ૩ બેઠકો વધી છે અને તે કુલ ૫ સીટો જીતવામાં સફળ રહી છે.
આ પણ વાંચો: રાજકોટના બે હોકી પ્લેયર્સ મચાવશે ધમાલ
‘આપ’ નો સફાયો અને અપક્ષનો દબદબો: આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) નો સંપૂર્ણ સફાયો થઈ ગયો છે, જ્યારે અપક્ષ ઉમેદવારે પણ બાજી મારીને જીત નોંધાવી છે.