લાઇફસ્ટાઇલ ભારતનો લલકાર

દિવાળી પહેલા ખાંડમાં 17% સુધીનો ભડકો, સામાન્ય માણસના બજેટ પર માર

તહેવારોની સિઝનમાં ખાંડના ભાવે માઝા મૂકી છે. માત્ર 6 દિવસમાં દેશમાં ખાંડના ભાવ 13 થી 17 ટકા વધ્યા છે, જેનાથી દિવાળીની મીઠાશ મોંઘી બની છે.

ઉત્તર પ્રદેશમાં 6 ઓક્ટોબરે એક્સ-મિલ ભાવ 4,600 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો, જે 12 ઓક્ટોબરે 13% વધીને 5,200 રૂપિયા થયો છે. મહારાષ્ટ્રમાં સ્થિતિ વધુ ખરાબ છે, જ્યાં ભાવ 17% ઉછળીને 5,100 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે પહોંચ્યો છે. માંગ અને પુરવઠા વચ્ચે અસંતુલન મુખ્ય કારણ છે.

કૃષિ નિષ્ણાત જી.કે. સૂદના મતે, 3 લાખ ટન વધારાની આયાત છતાં રાહત મળી નથી. સ્ટોકિંગ પર કડક પ્રતિબંધ અને મહારાષ્ટ્ર-કર્ણાટકમાં શેરડીનો પાક લણણી માટે તૈયાર ન હોવાથી નવી ખાંડ બજારમાં મોડી આવશે.

સરકારે 10 લાખ ટન કાચી ખાંડની ડ્યુટી-ફ્રી આયાતને મંજૂરી આપી છે, ડીલરો પર સ્ટોક મર્યાદા લાદી છે અને જથ્થાબંધ ગ્રાહકોને ખુલ્લા બજારમાંથી સીધી ખરીદી પર પ્રતિબંધ મૂક્યો છે, છતાં દિવાળી પહેલા ભાવ વધુ વધવાનો ભય યથાવત છે.

આ પણ વાંચો: દિલ્હીના રાજકારણમાં ગરમાવો 

You may also like

યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
NRI ગ્લોબલ ન્યૂઝ રમતગમતનો લલકાર ભારતનો લલકાર મહાનગરનો લલકાર

પેન્ટ ઊતરાવી પથ્થરથી માથું છૂંદી નાખતો:

રાજકોટમાં ગે સ્ટોન કિલરના ડરે પુરુષો બહાર નીકળતા ડરતા, જાતીય શોષણનો બદલો લેવા મર્ડર કર્યાં
Translate »