ભારતનો લલકાર

દેશભરમાં હવામાનનો મિજાજ બદલાયો: ઉત્તરાખંડમાં બરફ વર્ષા તો દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદનું એલર્ટ

હવામાન અપડેટ / નેશનલ બ્રેકિંગ:

દેશભરમાં હવામાનમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. એક તરફ ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાથી પારો ગગડ્યો છે, તો બીજી તરફ ઉત્તર પ્રદેશમાં પૂર અને દક્ષિણ ભારતના રાજ્યોમાં કમોસમી વરસાદનું સંકટ ઘેરાયું છે.

 કેદારનાથમાં પારો માઇનસ ૬ ડિગ્રી: ઉત્તરાખંડમાં સતત વરસાદ અને હિમવર્ષાના કારણે કેદારનાથ ધામમાં તાપમાન ગગડીને માઇનસ ૬ ડિગ્રી સુધી પહોંચી ગયું છે. આ ઉપરાંત બદરીનાથ અને ગંગોત્રીમાં પણ તાપમાન માઇનસ ૫ ડિગ્રી નોંઘાતાં કડકડાતી ઠંડી પડી રહી છે.

 યુપીમાં પૂરથી ખેડૂતો પાયમાલ: ઉત્તર પ્રદેશના સીતાપુર વિસ્તારમાં પૂરના પાણી ફરી વળતાં ડાંગરના તૈયાર પાકને ભારે નુકસાન પહોંચ્યું છે, જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

 ૭થી વધુ રાજ્યોમાં વરસાદનું એલર્ટ: હવામાન વિભાગ દ્વારા મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તામિલનાડુ, કેરળ, ગોવા અને પુડુચેરીમાં આગામી કલાકોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

You may also like

યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
NRI ગ્લોબલ ન્યૂઝ રમતગમતનો લલકાર ભારતનો લલકાર મહાનગરનો લલકાર

પેન્ટ ઊતરાવી પથ્થરથી માથું છૂંદી નાખતો:

રાજકોટમાં ગે સ્ટોન કિલરના ડરે પુરુષો બહાર નીકળતા ડરતા, જાતીય શોષણનો બદલો લેવા મર્ડર કર્યાં
Translate »