નેશનલ / હવામાન અપડેટ:
દેશમાંથી ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે હવામાન વિભાગ (IMD) દ્વારા વરસાદને લઈને મોટું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. IMDની તાજેતરની આગાહી મુજબ, આવતીકાલે એટલે કે ૧૯ ઓક્ટોબરના રોજ દેશના ૯ જેટલાં રાજ્યોમાં આકરી ગાજવીજ અને ભારે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકી શકે છે.
આ રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા: દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર જેવાં ઉત્તર ભારતનાં રાજ્યોમાં વરસાદી ઝાપટાં પડે તેવી પૂરી શક્યતા છે.
પશ્ચિમ બંગાળ, ઓડિશા અને છત્તીસગઢમાં એલર્ટ: પશ્ચિમ બંગાળ, ઓડિશા અને છત્તીસગઢના વિસ્તારોમાં તીવ્ર ઝડપે પવન ફૂંકાવા સાથે ભારે વરસાદનું જોખમ સેવાઈ રહ્યું છે.
તંત્ર દ્વારા સતર્ક રહેવા અપીલ: ખરાબ વાતાવરણ અને ભારે પવનની પરિસ્થિતિ દરમિયાન નાગરિકોને કામ વિના બહાર ન નીકળવા અને જરૂરી સાવચેતી રાખવા હવામાન વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા વિશેષ અપીલ કરવામાં આવી છે.