હવામાન / નેશનલ બ્રેકિંગ:
દેશમાં ફરી એકવાર કુદરતી હોનારત અને વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી નવી મજબૂત હવામાન સિસ્ટમ આગામી કલાકોમાં સંભવિત ચક્રવાતી તોફાન (Cyclonic Storm)માં ફેરવાઈ શકે છે.
રાજ્યોમાં કાઈટ-એલર્ટ અને વરસાદની આગાહી:
૨૪થી ૨૫ ઓક્ટોબર: કેરળ અને કર્ણાટકમાં વીજળીના ભારે કડાકા-ભડાકા અને તેજ પવન સાથે ભારે વરસાદ પડી શકે છે.
૨૭થી ૨૮ ઓક્ટોબર: ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં અતિભારે વરસાદ પડાવાની હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરાઈ છે.
તંત્ર એલર્ટ, લોકોને સતર્ક રહેવા અપીલ: સંભવિત તોફાન અને મુસળધાર વરસાદની સ્થિતિને જોતાં સંબંધિત રાજ્ય સરકારો અને ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ટીમોને એલર્ટ કરી દેવામાં આવી છે. દરિયાકાંઠાના લોકોને અને માછીમારોને સલામત સ્થળે રહેવા અને સતર્ક રહેવા કડક સૂચના આપવામાં આવી છે.