નેશનલ / વેધર બ્રેકિંગ:
બંગાળની ખાડીમાં સક્રિય થયેલું લો-પ્રેશર હવે અત્યંત ભયાનક ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થઈ રહ્યું છે. હવામાન વિભાગ (IMD) દ્વારા આપવામાં આવેલી ચેતવણી મુજબ, આગામી ૨૮ ઑક્ટોબરની સવાર સુધીમાં આ સિસ્ટમ એક અત્યંત તીવ્ર ચક્રવાતી તોફાનનું રૂપ ધારણ કરી લેશે.
દરિયાકાંઠે ટકરાવાની આશંકા:
આ ચક્રવાત આંધ્રપ્રદેશના બાપટલા અને વિશાખાપટ્ટનમ વચ્ચેના દરિયાકાંઠા તેમજ યાનમ કિનારાને પાર કરે તેવી પ્રબળ શક્યતા છે. આ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ પ્રતિ કલાક ૧૧૫ થી ૧૨૫ કિલોમીટર સુધી પહોંચી શકે છે, જે ભારે તારાજી સર્જી શકે છે.
તંત્ર દ્વારા સતર્કતા:
તોફાનના આ ગંભીર ખતરાને ધ્યાનમાં રાખીને ભારતીય હવામાન વિભાગ (IMD) અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સ્થિતિ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે.