હવામાન / ગુજરાત બ્રેકિંગ:
ગુજરાતમાં એકતરફ ગરમીનો પારો ઊંચો જઈ રહ્યો છે ત્યારે બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગામી ૭ દિવસ માટે હવામાનની મહત્વની આગાહી કરવામાં આવી છે.
સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય: રાજ્ય પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, નર્મદા, તાપી, છોટાઉદેપુર અને દાહોદ જિલ્લામાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.
તાપમાનમાં વધારો: આગામી ૭ દિવસ દરમિયાન મહત્તમ તાપમાન યથાવત રહેશે. રાજ્યના અમુક વિસ્તારોમાં સામાન્ય કરતાં તાપમાન ૨ થી ૪ ડીગ્રી સેલ્સિયસ ઊંચું નોંધાઈ શકે છે.
અમદાવાદ અને રાજકોટનું અનુમાન: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૮ ડીગ્રી જ્યારે રાજકોટમાં ગરમીનો પારો ૪૦ ડીગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે.