જામનગર / બોલિવૂડ એન્ડ નવરાત્રિ સ્પેશિયલ:
જામનગર ખાતે આવેલા વિશ્વપ્રસિદ્ધ રિલાયન્સ ગ્રીન્સ (Reliance Greens) ના ગરબા મહોત્સવમાં બોલિવૂડના જાણીતા સુપરસ્ટાર વિકી કૌશલ (Vicky Kaushal) ની ધમાકેદાર એન્ટ્રી થતાં જ સમગ્ર ગ્રાઉન્ડ ‘વિકી… વિકી…’ ના નારાથી ગૂંજી ઊઠ્યું હતું.
ગુજરાતી બોલીને દિલ જીત્યા: ગરબા ગ્રાઉન્ડ પર સ્ટેજ પરથી વિકી કૌશલે મીઠી ગુજરાતી ભાષામાં ખેલૈયાઓ અને જામનગરવાસીઓનું અભિવાદન કર્યું હતું. તેની સરળતા અને ગુજરાતી સંવાદોએ ઉપસ્થિત હજારો ખેલૈયાઓના દિલ જીતી લીધાં હતાં.
ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ: વિકી કૌશલને પોતાની વચ્ચે જોઈને પરંપરાગત પોશાકમાં સજ્જ ખેલૈયાઓનો ઉત્સાહ બેવડાયો હતો. તેણે ગરબાના તાલ પર ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો અને નવરાત્રિના પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ: રિલાયન્સ ગ્રીન્સમાં વિકી કૌશલની એન્ટ્રી અને ગરબા ગ્રાઉન્ડનો આ ધમાકેદાર વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.