ધર્મનો લલકાર ભારતનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

વૈષ્ણોદેવી ધામમાં અંબાજી ટ્રસ્ટ અને જય ભોલે ગ્રુપનો ઇતિહાસ: ૫૧ શક્તિપીઠોની પવિત્ર માટી અને ૭૦ કિલો પંચધાતુના શ્રીયંત્રની પ્રતિષ્ઠાપન!

ધાર્મિક / નેશનલ બ્રેકિંગ:

ગુજરાતના સુપ્રસિદ્ધ આદ્યશક્તિ ધામ અંબાજી મંદિર ટ્રસ્ટ અને અમદાવાદના જય ભોલે ગ્રુપના સંયુક્ત ઉપક્રમે જમ્મુ-કાશ્મીર સ્થિત પવિત્ર યાત્રાધામ માતા વૈષ્ણોદેવીના ગર્ભગૃહમાં ભવ્ય અને ઐતિહાસિક પ્રતિષ્ઠાપન મહોત્સવ સંપન્ન થયો છે.

 ૫૧ શક્તિપીઠોની માટી અને ૭૦ કિલો પંચધાતુનું શ્રીયંત્ર:

દેશભરની ૫૧ શક્તિપીઠોમાંથી એકત્રિત કરાયેલી પવિત્ર માટીમાંથી કંડારાયેલું વિશિષ્ટ શ્રીયંત્ર તેમજ ૭૦ કિલો પંચધાતુમાંથી બનેલું શ્રીયંત્ર વૈષ્ણોદેવી માતાના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યું છે. વૈષ્ણોદેવી મંદિરના મુખ્ય પૂજારીશ્રીના સાનિધ્યમાં સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિવિધાન અને વૈદિક મંત્રોચ્ચાર સાથે આ સ્થાપના કરાઈ હતી.

 શ્રી શૃંગેરી શારદા પીઠમ્ ખાતેથી પૂજિત:

આ બંને દિવ્ય યંત્રોને શારદીય નવરાત્રિના પ્રથમ દિવસે શ્રી શૃંગેરી શારદા પીઠમ્ ખાતે પરમ પૂજ્ય જગદ્ગુરુ શંકરાચાર્ય શ્રી શ્રી વિધુશેખર ભારતી મહાસ્વામીજીના કરકમળો દ્વારા વિધિવત્ પૂજિત કરાવી આશીર્વાદ પ્રાપ્ત કરાયા હતા.

 રાષ્ટ્રીય એકતા અને ભક્તિનો સેતુ:

આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને અંબાજી ટ્રસ્ટના ચેરમેન શ્રી મિહિર પટેલ, વહીવટદાર શ્રી કૌશિકભાઈ મોદી તેમજ જય ભોલે ગ્રુપના દીપેશભાઈ અને તેમની ટીમ ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટરશ્રીએ આ ભગીરથ ધાર્મિક કાર્ય બદલ જય ભોલે ગ્રુપ અને માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો હતો.

You may also like

ધર્મનો લલકાર મનોરંજનનો લલકાર ધ લલકાર શૉ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

વર્લ્ડ ચેમ્પિયન ભારતીય વુમન્સ ટીમને મળ્યા PM મોદી

PM મોદીને આપી ‘નમો-1’ જર્સી, પ્રતિકા રાવલ વ્હીલચેર પર જોવા મળી; 2 નવેમ્બરે રચ્યો હતો ઈતિહાસ
યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
Translate »