વડોદરા ખાખીની ખટપટ

વડોદરા નજીક એક્સપ્રેસ વે પર મોટું સંકટ: ૧૬ ટન વિસ્ફોટક LNG ગેસ ભરેલું ટેન્કર લીક, રાત સુધી હાઇવે બંધ રહેવાની શક્યતા!

વડોદરા / એક્સપ્રેસ વે બ્રેકિંગ:

વડોદરાના નંદેસરી નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર વહેલી સવારે ૪:૩૦ કલાકે દૂધના ટેન્કર અને LNG ગેસ ટેન્કર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ભારે અફરાતફરી મચી ગઈ છે. દહેજની પેટ્રોકેમ કંપનીમાંથી ૧૬ ટન અત્યંત વિસ્ફોટક LNG ગેસ ભરીને જોધપુર જઈ રહેલા ટેન્કરમાંથી ગેસ લીકેજ શરૂ થતાં હાઈવે પર ભયનો માહોલ સર્જાયો છે.

 રાત સુધી એક્સપ્રેસ વે બંધ રહેવાની શક્યતા: ટેન્કરમાંથી ૧૬ ટન ગેસ સુરક્ષિત રીતે ખાલી કરતાં રાત સુધીનો સમય લાગી શકે તેમ હોવાથી વાહનવ્યવહાર સુરક્ષાના કારણોસર ડાયવર્ટ કરાયો છે અને હાઇવે બંધ રહેવાની પૂરી શક્યતા છે.

 ઇજાગ્રસ્ત ડ્રાઇવર સારવાર હેઠળ: અકસ્માતમાં દૂધના ટેન્કરના ડ્રાઇવરને ઈજા પહોંચતાં ત્વરિત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

 યુદ્ધના ધોરણે કામગીરી: ઘટનાસ્થળે ફાયર વિભાગ, કંપનીની ટેકનિકલ-મેકેનિકલ ટીમ અને મશીનરી દ્વારા ગેસ ખાલી કરવાની કામગીરી ચાલી રહી છે. જ્યારે પોલીસે પણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.

You may also like

વડોદરા મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Dahod Accident: કાર રેલિંગ કુદીને બીજી લેનમાં ફંગોળાઈ, લગ્નપ્રસંગે જઈ રહેલા પરિવારજનો ગંભીર

વડોદરાઃ ઝડપની મજા ઘણીવાર સજા બની શકે છે. ગોધરા શહેર પાસે ભથવાડા ટોલનાકા પાસે તા.13 નવેમ્બરની વહેલી સવાર વડોદરાના પરિવાર
Vadodara Mla Dharmendra Sinh Vaghela
વડોદરા મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

વડોદરાના ધારાસભ્ય એ બ્રહ્મસમાજ અંગે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી મુદ્દે વિરોધ, માફી માગે એવી માંગ

અમદાવાદઃ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ (રાજ્ય કક્ષા) દ્વારા ગુજરાત ભાજપના વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા બ્રહ્મ સમાજ અને બ્રહ્મ મહિલાઓ
Translate »