ભારતનો લલકાર ફિલ્લમનો Show ખાખીની ખટપટ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

મુંબઈના જુહૂમાં ટાઇગર શ્રોફ પર ૫ રાઉન્ડ ફાયરિંગ: લોરેન્સ ગેંગે લીધી જવાબદારી, એક આરોપી પકડાયો!

મુંબઈ / બોલિવૂડ ક્રાઇમ બ્રેકિંગ:

મુંબઈના પોશ વિસ્તાર જુહૂમાં આવેલ પુષ્પા પાર્ક નજીક બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફ (Tiger Shroff) પર ફાયરિંગની સનસનાટીભરી ઘટના સામે આવી છે. બાઇક પર આવેલા ત્રણ અજાણ્યા હુમલાખોરોએ ટાઇગર શ્રોફની કારને લક્ષ્ય બનાવીને અંદાજે ૫ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સદનસીબે આ ભયાનક હુમલામાં એક્ટર આબાદ બચાવ થયો છે અને તેઓ સુરક્ષિત છે.

 લોરેન્સ ગેંગે લીધી જવાબદારી: આ હુમલા બાદ લોરેન્સ ગેંગના અનિલ પંડિત અને હરમન સંધૂએ સોશિયલ મીડિયા પર જવાબદારી સ્વીકારતાં ધમકી આપી છે કે, “સલમાન ખાન સાથે કામ કરશો તો પરિણામ ભોગવવું જ પડશે.” આ ધમકી બાદ આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફફડાટ વ્યાપી ગયો છે.

 એક આરોપીની ધરપકડ: ઘટનાની ગંભીરતા જોઈને ત્વરિત એક્શનમાં આવેલી મુંબઈ પોલીસે આ કેસમાં મોટી સફળતા મેળવતાં એક આરોપીની ધરપકડ કરી લીધી છે.

 બે આરોપીઓ હજુ પણ ફરાર: હુમલામાં સામેલ અન્ય બે આરોપીઓ હાલ ફરાર છે. મુંબઈ પોલીસની વિશેષ ટીમો રચવામાં આવી છે અને વિવિધ વિસ્તારોમાં દરોડા પાડીને તેમને ઝડપી પાડવા માટે સઘન તપાસ ચલાવવામાં આવી રહી છે.

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »