મુંબઈ / બોલિવૂડ બ્રેકિંગ:
મુંબઈના જુહૂ વિસ્તારમાં બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ (Tiger Shroff)ની કાર પર થયેલા ફાયરિંગના સનસનાટીભર્યા બનાવ બાદ તેના પિતા અને દિગ્ગજ અભિનેતા જેકી શ્રોફ (Jackie Shroff)ની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે.
જેકી શ્રોફનું નિવેદન: જેકી શ્રોફે જણાવ્યું હતું કે,”ટાઇગર સદનસીબે સંપૂર્ણપણે સુરક્ષિત છે,પરંતુ આ ગોળીબારની ઘટનામાં તેના ડ્રાઇવરને હાથના ભાગે ઈજા પહોંચી છે.”
અજાણ્યા હુમલાખોરો દ્વારા ટાર્ગેટ:મુંબઈ પોલીસના જણાવ્યા મુજબ, હુમલાખોરોએ ટાઇગર શ્રોફને નિશાન બનાવીને ફાયરિંગ કર્યું હતું,પરંતુ અભિનેતાનો આબાદ બચાવ થયો હતો.
પોલીસની ત્વરિત કાર્યવાહી: ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી અને આ કેસમાં એક શંકાસ્પદ શખ્સને કસ્ટડીમાં લઈ લીધો છે,જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે.