અમદાવાદ / ક્રાઈમ અને સિટી બ્રેકિંગ:
અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં આવેલા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP)માં એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. પ્લાન્ટની અંદર વેલ્ડિંગનું કામ કરી રહેલા ૪ જેટલા શ્રમિકો અચાનક અંદર ફસાયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો.
ફાયર બ્રિગેડની રેસ્ક્યુ કામગીરી:
ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ૨૦થી વધુ જવાનોની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયરના જવાનોએ ઓક્સિજન માસ્ક પહેરીને અંદર ઉતરીને ચારેય લોકોને બહાર કાઢ્યા હતા અને ત્વરિત સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. જો કે, દુર્ભાગ્યવશ આ અકસ્માતમાં બે કર્મચારીઓના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય બે ગંભીર ઇજાગ્રસ્તોને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.
નેતાઓની મુલાકાત અને એજન્સી સામે તપાસ:
આ ગંભીર દુર્ઘટનાની જાણ થતા જ અમદાવાદના મેયર હિતેશ બારોટ અને ધારાસભ્ય અમિત શાહ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો. પ્રાથમિક વિગતો મુજબ, ખાનગી એજન્સીના ચાર વર્કરો પ્લાન્ટમાં પડ્યા હતા, ત્યારે બેની હાલત ગંભીર હોવાથી બેદરકારી દાખવનાર એજન્સી સામે સઘન તપાસ કરવામાં આવશે.