પોલિટિક્સ બ્રેકિંગ ન્યૂઝ ગાંધીનગર યુટિલિટી મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

દુષ્કાળ સહાય સામે પાલ આંબલિયાનો હુંકાર:જો નિર્ણય નહીં બદલાય તો લડતનું રણશીંગુ ફૂંકવાની ચીમકી

ગાંધીનગર / રાજકીય અને કૃષિ બ્રેકિંગ:

ગુજરાત સરકાર દ્વારા ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા બાદ કિસાન નેતા પાલ આંબલિયાએ સરકાર સામે આક્રમક તેવર અપનાવ્યા છે. પાલ આંબલિયાએ સરકાર દ્વારા જાહેર કરાયેલી સહાયને ખેડૂતો સાથેની ‘ક્રૂર મજાક’ ગણાવી છે અને આર્થિક સહાયના નિર્ણયમાં ફેરવિચારણા કરવાની કડક ભલામણ કરી છે.

 ૧૨ માર્ચે લડતનું એલાન:

પાલ આંબલિયાએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો સરકારે સહાયના આ નિર્ણયમાં ફેરવિચારણા નહીં કરી તો આગામી ૧૨ માર્ચે ખેડૂતોના પ્રશ્ને લડતનું રણશીંગુ ફૂંકવામાં આવશે. તેમણે સરકારને યાદ અપાવ્યું કે દુષ્કાળગ્રસ્ત જાહેર થયા બાદ સરકારે ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવું, ૭ કિલોમીટરની ત્રિજ્યામાં ઘાસચારા વિતરણ કેન્દ્ર ખોલવા, રાહતકામો શરૂ કરવા, પાંજરાપોળ ખોલવા, પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા અને ગૌશાળામાં પશુદીઠ રોજ સહાય આપવી જેવા ફરજિયાત કાર્યો કરવા પડે છે.

 પાક વીમા અને યોજનાઓ પર આક્ષેપો:

કોંગ્રેસના શાસનકાળની યાદ અપાવતા તેમણે જણાવ્યું કે અગાઉ દુષ્કાળગ્રસ્ત વર્ષોમાં ૧૫૦% પાકવીમો મળતો હતો અને SDRF ઉપરાંત બંને યોજનાઓના લાભ મળતા હતા, પરંતુ વર્તમાન સરકારે પાકવીમા યોજના બંધ કરીને ખેડૂતો સાથે અન્યાય કર્યો છે. હેકટરે માત્ર ₹૮,૫૦૦ (બે હેક્ટરની મર્યાદામાં) સહાય આપવી તે ખેડૂતોની મશ્કરી સમાન છે.

You may also like

NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
ધર્મનો લલકાર મનોરંજનનો લલકાર ધ લલકાર શૉ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

વર્લ્ડ ચેમ્પિયન ભારતીય વુમન્સ ટીમને મળ્યા PM મોદી

PM મોદીને આપી ‘નમો-1’ જર્સી, પ્રતિકા રાવલ વ્હીલચેર પર જોવા મળી; 2 નવેમ્બરે રચ્યો હતો ઈતિહાસ
Translate »